Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કાલે કવિ કલાપીની પૂણ્યતિથિ લાઠીમાં કવિ સંમેલન

રાજવી કવિની ૧૧૯મી પુણ્યતિથિ નિમિત્તે 'દરિયાની મિઠી લહેર' કાર્યક્રમમાં કાવ્યપાઠનું રસપાન

અમરેલી-બાબરા, તા. ૮ : કાલે લાઠીના રાજવી કવિ કલાપીની ૧૧૯મી પુણ્યતિથિ નિમિત્તે લાઠીના શ્રી સંતોકબા મેડીકલ સેન્ટર, લાલજીદાદાનો વડલો, ખાતે સાંજે પ થી ૭ દરમિયાન 'દરિયાની મીઠી લહેર કવિ સંમેલન'નું ભવ્ય આયોજન આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ-લાઠી અને બાલભવન-અમરેલીના સંયુકત ઉપક્રમે કરવામાં આવ્યું છે.

આ કવિ સંમેલનમાં કીર્તિકુમારસિંહજી ગોહિલ (નામદાર ઠાકોર સાહેબ-લાઠી), દુલાભાઇ એમ. શંકર (શિવમ જવેલ્સ-સુરત), જીતુભાઇ બી. ડેર (અગ્રણી ઉદ્યોગપતિ-અમરેલી), ભરતભાઇ એચ. ડેર (આદેશ કન્ટ્રકશન-જામનગર), આર.સી. દવે (પ્રમુખ વકીલ મંડળ-લાઠી), કેતનભાઇ સોની (નિલકંઠ જવેર્લ્સ (લાઠીવાળા)-અમરેલી) સહિતના ઉપસ્થિત રહેશે.

આ કવિ સંમેલનમાં કવિ હર્ષદ ચંદારાણા, ભરત વિંજુડા, શિવજી રૂખડા, ઉમેશ જોષી, પરેશ મહેતા, રવિ દવે, અભય દવે, શીલા મહેતા, પાયલ જોષી, મહેન્દ્રભાઇ જોષી, ચિરાગ ભટ્ટ, મુકેશ દવે, સંજય ભટ્ટ, હરજીવન દાફડા, પ્રણવ પંડયા, સ્નેહી પરમાર, પારૂલ ખખ્ખર, કાલિન્દી પરીખ, અમિત ભાડલીયા, હિમલ પંડયા, ઘનશ્યામસિંહ રાઠોડ, ધર્મેશ ઉનાગર, મુકેશ જોગી, પ્રકાશ મકવાણા, બાલકિશન જોગી, ડો. વિનોદ રાવલ, કનુભાઇ લીંબાસીયા, પંકજ ચૌહાણ, પૂર્વી લુહાર, મહેન્દ્ર જોષી, મનોજ પરમાર, હર્ષા દવે, ભારતી ગોહિલ, ડો. ભારતી બોરડ, અંજના ગોસ્વામી, જિજ્ઞા ત્રિવેદી, જયંત શેખા, યોગેશ અગ્રાવત, ગોપાલ ધકાણ, શૈલેષ ત્રિવેદી, હસુભાઇ મહેતા, ભૂમિર બોસમીયા, આનંદ ઠાકર, પ્રવિણ પટેલ, વિપુલ પંડયા, ધારા ધંધુકીયા, બિન્દુ જોષી કાવનું રસપાન કરાવશે. ઉદ્ઘોષક -હરેશ વડાવિયા, કેતન કાનપરીયા, અમિત ભાડલિયા તરીકે સેવા આપશે.

ઉપસ્થિત રહેલા બાલભવન અમરેલીના નિયામક નિલેશ પાઠક અને આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ-લાઠીના પ્રમુખ ઇતેષ મહેતાએ આમંત્રણ પાઠવ્યું છે. કાર્યક્રમબાદ આમંત્રીતો માટે ભોજન સમારંભ યોજાશે.

(11:37 am IST)
  • છોટાઉદેપુરમાં ભાજપના નેતાઓ દ્વારા તલવાર વિતરણ :સોશ્યલ મીડિયામાં ફોટો વાઈરલ થતા ચકચાર : સાંસદ ગીતાબેન રાઠવા અને જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવાએ તલવારનું વિતરણ કર્યું હોય તેવા ફોટા વાયરલ access_time 1:13 am IST

  • ભારતીય વર્લ્ડ કપ ટીમની સહીઓ સાથેનું ક્રિકેટ બેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે access_time 9:19 pm IST

  • કર્ણાટક કેબીનેટનું ૧૨ જુન બુધવારે વિસ્તરણ થશે : આગામી ૧૨ જુનના રોજ કર્ણાટકની જેડીએસ કોંગ્રેસ સરકારનું વિસ્તરણ થશે. ૧૨ જુને સવારે ૧૧ાા વાગે મુખ્યમંત્રી કુમારસ્વામી ગવર્નરને મળશે. ધારાસભ્યોમાં પ્રવર્તમાન અસંતોષ ડામવા આ પગલુ ભરાઇ રહયાનું મનાય છે. access_time 3:37 pm IST