Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઉનામાં પોલીસ ઉપર હુમલો કરનારા ૭ શખ્સો સામે ગુન્હો

દારૂ, જુગારની રેડ કરવા જતા હુમલો : નાસી ગયેલ તમામ આરોપીની શોધખોળ

ઉના, તા. ૮ : તાલુકાના નાલીયા માંડવી ગામે જુગાર તથા વિદેશી દારૂ અંગે રેડ કરવા ગયેલ પોલીસ ઉપર ૧૦૦થી વધુ લોકોના ટોળાએ વિરોધ કરી પોલીસને ધકે ચડાવી માર માર્યો હતો. જિલ્લા પોલીસ વડાને જાણ જતા તે ત્થા જિલ્લાભરની પોલીસ બોલાવી નાલીયા માંડવી ગામે કોમ્બીંગ કર્યું પોલીસ ઉપર હુમલો કરનારા નાસી ગયા. પોલીસ ઉપર હુમલો કરનારા ૭ શખ્સો તથા ૧પ૦ વ્યકિતના ટોળા સામે ગુન્હો નોધાયો છે.

એએસઆઇ આશિષકુમાર દિલીપભાઇ ધાંધલને બાતમી મળેલ કે, નાલીયા માંડવી ગામે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોય ત્થા વિદેશીદારૂનું વેચાણ થતું હોય રેઢુ પાડવા રાત્રીના તે તથા સલીમભાઇ દોસમહમદ , કમલેશભાઇ જગમાલભાઇ, અભિજીતસિંહ રાજેન્દ્રસિંહ, લખીધરસિંહ ભોજુભા, ધર્મેન્દ્રસિંહ હરાભાઇ સહિત ૬ પોલીસે નાલીયા માંડવી ગામે ગયા ત્યારે અમુક માણસો ગોળકુંડાળુ વળી ગંજીપતામાં ખાતાવડે પૈસાની હારજીતનો જુગાર રમતા હતા. પોલીસે તેઓને ઘેરી લેતા પોલીસને જોઇ રાડો પાડી હતી. પોલીસ આવી તેમ કહી ભાગવાલાગેલ અને લોકોની રાડો પાડી ૧૦૦થી ૧પ૦ માણસો જેમાં સ્ત્રી-પુરૂષો કે ભગા મળી ગેરકાયદેસર મંડળી રચી જેમાં (૧) રાજુભાઇ નુરમહમદ સુમારા (ર) સલમાન હબીબ શેખ (૩) મુજબીન ઇસ્માઇલ (૪) ઈસ્માઇલ રીક્ષાવાળો (પ) મુજબીના પિતા (૬) ઇમરાન અલારખા ચાવડા રે. નાલીયા માંડવી વાળા સહિત ૧૦૦થી ૧પ૦ માણસોએ ધકે ચડાવી આડેધડ ઢીકાપાટુનો માર મારવા લાગેલ મુંઢ ઇજા પહોંચી હતી દેકારો કરેલ.

ગામના આગેવાનો ઇસ્માઇલભાઇ (માજી સરપંચ), શબ્બીર ગુલામભાઇ, ફારૂકભાઇ, સરફરાઝભાઇ, યુસુુફભાઇ, મામદભાઇ વિગેરે આવી ગયેલ. તમામ પોલીસ ૬ જવાનોને રક્ષણ આપી ટોળાના લોકોને સમજાવેલ ત્યાં સુધી તમામ પોલીસ ઉના આવી ગયેલ. ઉનાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકેટર જે.વી. ચુડાસમાને વાત કરતા જીલ્લા પોલીસ વડા ગીર સોમનાથના રાહુલભાઇ ત્રિપાઠી માહિતી આપતા તુરંત જીલ્લાની તમામ પોલીસને ઉના મોકલી દેતા ગીરગઢડા, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળની પોલીસના ધાડેધાડા ઉનામાં આવી ગયેલ હતા.

રાત્રે જ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠી તથા ઉનાની સ્થાનિક પોલીસ નાલીયા માંડવી ગામે જઇ પોલીસ ઉપર હુમલો કરનાર ટોળાને પકડવા ગયેલ પરંતુ હુમલાખોરો ગામ છોડી નાસી ગયેલ હોય હજુ સુધી પકડાયેલ નથી. એએસઆઇ આશિષકુમાર દીલીપકુમાર ધાંધલ ફરીયાદી બની ૭ આરોપીઓ સહિત ૧૦૦થી ૧પ૦ના ટોળા સામે ફરીયાદ નોંધાવતા ઉના પોલીસે કલમ ૧૪૩, ૧૪૭, ૩૩ર, ૧૮૬ મુજબ ગુનો દાખલ કરી આરોપીઓને પકડવા કોમ્બીંગ શરૂ કરેલ છે. હજુ સુધી કોઇ પકડાયું નથી.

(11:34 am IST)