Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કચ્છના બેરાજા ગામના લોકોની પ્રેરણારૂપ રાષ્ટ્રભકિતઃ ગામને બચાવનાર વાયુસેનાના પાયલોટના શહીદ સ્મારકનું લોકાર્પણ

એક વર્ષ પહેલાં જામનગરથી કચ્છ આવતા લડાકુ જગુઆર ફાઇટર ક્રેશ થતાં પાયલોટ સંજયસિંહ ચૌહાણે ગામને બચાવી વેરાન વગડામાં પ્લેન લઈ ગયા હતા,જયાં પ્લેન તૂટ્યું હતું

(ભુજ) ભારતીય વાયુસેનામાં ફાયટર પ્લેન ક્રેશ થવાની દ્યણી દ્યટનાઓ બની ચુકી છે. પણ, કોઈ ફાઇટર પ્લેન કેશ થયું હોય તેના પાયલોટની સ્મૃતિમાં વીર સ્મારક કદાચ પ્રથમવાર જ બન્યું હશે. ગત તારીખ ૫-૦૬- ૨૦૧૮ ભારતીય વાયુસેનાના જગુઆર ફાયટર પ્લેને જામનગરથી કચ્છ તરફ  ઉડાન ભરી હતી.. રૂટિન પ્રેકિટસ માટે ફાયટર પ્લેન ઉડાન મુન્દ્રા બેરાજા નજીક પહોંચ્યું તે દરમિયાન ટેકિનકલ ખામી સર્જાય હતી. જેમાં પ્લેન ક્રેશ થયુ હતુ જો કે નઝરે જોનાર અને એરફોર્સની પણ તપાસમાં સામે આવ્યુ હતુ કે ફાયટર પ્લેનના પાયલોટ સંજયસિંહ ચૌહાણે ગામ પર પ્લેન ક્રેશ થવાને બદલે સમયસુચકતાથી ગામથી દુર પ્લેન લઇ જઇ શહાદત વહોરી હતી. તેમની વીરતાને બિરદાવવા મુન્દ્રાના બેરાજા ગામે તેની યાદમાં એક શહિદ સ્મારક દાતાઓની મદદથી તૈયાર કરાયુ હતુ જે રાષ્ટ્રને અર્પણ કરાયુ હતુ. કચ્છની વિવિધ સંસ્થાના સહયોગથી બેરાજા ગામના પ્રવેશદ્વાર ખાતે શહીદ મેમોરિયલ બનાવાયું છે..આજે શહીદ વીર જવાન સંજય સિંહ ચૌહાણ સ્મારક રાષ્ટ્ર અપર્ણ કરવામાં આવ્યું હતું.. શહીદ જવાન સંજય સિંહ ચૌહાણના ધર્મ પત્ની અંજલિ બેન ચૌહાણની હાજરીમાં સ્મારકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું... સ્મારક અર્પણવિધિમાં સાંસદ વિનોદ ચાવડા, પૂર્વ રાજયમંત્રી તારાચંદ છેડા , એરફોર્સના અધિકારી તેમજ દાતાઓ તેમજ આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા...ભારતીય વાયુસેના તેમજ એનસીસી કેડરના વિધાર્થીઓ ગાર્ડ ઓફ ઓનર આપી શહીદ વીર જવાનને શ્રધાંજલિ આપી હતી આ સમયે ઉપસ્થિત સૌ કોઇની આંખમાં આંસુ આવ્યા હતા. તેમની વિરતાને સાંસદ અને ઉપસ્થિત અધિકારીઓએ બિરદાવ્યુ હતુ. એર કમાનડરઙ્ગ સંજય સિંહ ચૌહાણ ભારતીય વાયુસેનાના જાબાઝ પાયલોટ હતા...જાબાઝ જવાન સંજય ચૌહાણને ૩૮૦૦ કલાક સુધી લડાકુ વિમાન ઉડાવવાનો અનુભવ હતો..એર કમાન્ડર સંજય ચૌહાણને જગુઆર, હન્ટર ,મીગ ૨૧ , એચપીડી , રાફેલ અને એફ૧૬ લડાકુ વિમાન ઉડાવવાનો અનુભવ ધરાવતા હત જે દુર્ધટનામાં શહિદ થતા દેશને મોટી ખોટ પડી હતી. જો કે હવે તેમની યાદમાં અને તેમણે આપેલા બલિદાનની સ્મૃતિ મુન્દ્રાના બેરાજા ગામે ખુલ્લી મુકાઇ છે. જે તેમની શહાદતની પ્રેરણા પુરી પાડશે.

(11:29 am IST)