Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ મંડવીયા ભાવનગરમાં

ભાવનગર, તા.૮: કેન્દ્રસરકારમાં બીજીવાર મંત્રી બન્યા બાદ મનસુખભાઇ માંડવીયાજી પ્રથમ વાર આજે શનિ વારે સવારે ૯/૩૦ કલાકે ભાવનગર આવેલ. તેઓશ્રી શહેર ભા.જ.પા. કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ અને શુભેચ્છકોને મળી અભિવાદન સ્વીકારશે અને કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે શુભેચ્છા મુલાકાત કરશે ઉપરાંત આ અવસરે શહેરના વિવિધ એસોસિયેશનો, સામાજિક અને વેપારી સંસ્થાઓ, એન.જી.ઓ. સંસ્થાઓ, અગ્રણી આગેવાનો, પ્રતિનિધિઓ અને શહેરની વિવિધ સંસ્થાઓ સહિત આ અવસરે ભારતીય જનતા પાર્ટીના શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, પ્રભારીશ્રીઓ, નગરસેવકશ્રીઓ, શિક્ષણ સમિતિના સદસ્યશ્રીઓ, વોર્ડ પ્રમુખ/મહામંત્રીશ્રીઓ સહિત તમામ કાર્યકર્તાઓ અને શુભેછકોને  ભા.જ.પા.કાર્યાલય ખાતે ઉપસ્થિત રહેવા શહેર અધ્યક્ષ સનતભાઈ મોદી, મહામંત્રી વનરાજસિંહ ગોહિલ, મહેશભાઈ રાવલ અને રાજુભાઇ બામભણીયા દ્વારા સંયુકત યાદીમાં જણાવાયું છે.

(11:27 am IST)
  • નવજોત નારાજ : પ્રિયંકા - અહેમદ પટેલને મળશે પંજાબ કેબીનેટમાં મુખ્યમંત્રી અમરીન્દરસિંઘે જે સ્થાન આપ્યુ તેનાથી નારાજ નવજોતસિંઘ સિદ્ધુ તુરતમાં કોંગી દિગ્ગજ અહેમદભાઈ પટેલ અને પ્રિયંકા ગાંધીને મળશે તેમ જાણવા મળે છે access_time 5:46 pm IST

  • ભારતીય વર્લ્ડ કપ ટીમની સહીઓ સાથેનું ક્રિકેટ બેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ભેટ આપવામાં આવ્યું તે પ્રસંગની તસ્વીરનજરે પડે છે access_time 9:19 pm IST

  • આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરી કરનારાઓ માટે આવતા મહિનાથી એએસએફ (એરપોર્ટ સિકયોરીટી ફી)માં ૩.૨૫ ડોલરમાંથી ૪.૮૫ ડોલરનો વધારો કરવામાં આવશે access_time 5:45 pm IST