Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

માળીયા-હળવદ હાઇવે પર ત્રિપલ અકસ્માત

કચ્છના નવા અંજારના રહેવાસી કિશોરદાન શંકરદાન ગઢવીએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે હળવદ માળીયા હાઇવે પર અણીયારી ટોલનાકા નજીક ટ્રેઇલર નં. જીજે-૧ર-બીટી-૬૪૩૧ નો ચાલક રેવતારામ કુંભારામ રહે અંજાર વાળાએ ટ્રેઇલર પુરઝડપે ચલાવી રોડની સાઇડમાં પડેલ ડમ્પર નં. જીજે-૩૬-ટી ૭૪૩૯ પાછળ ભટકાડી અને રોડ વચ્ચે અચાનક બ્રેક મારતા ટ્રેઇલર નં. જીજે-૧ર-એઝેડ ૧ર૭૮ ભટકાડી તેની પાછળ ભટકાડતા બંને ટ્રેઇલરમાં તથા બંને કન્ટેનરમાં ભરેલ ટાઇલ્સમાં નુકશાન કરેલ છે. તસ્વીરમાં અકસ્માતગ્રસ્ત ત્રણેય વાહનો નજરે પડે છે. (તસ્વીર : અહેવાલ પ્રવિણ વ્યાસ મોરબી)

(11:23 am IST)