Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પોરબંદર સાંસદ રમેશભાઇ ધડુકનો સન્માન

ગોંડલઃ ગોંડલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હરદેવસિંહ ટેમુભા જાડેજા દ્વારા આશાપુરા ફાર્મ હાઉસ ખાતે પોરબંદર સંસદ રમેશભાઈ ધડુકના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, આ તકે નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા તેમજ નગરપાલિકાના સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ શૈલેષભાઇ ડોબરીયા, ઉપપ્રમુખ પ્રફુલભાઈ ટોળીયા તેમજ તાલુકા પંચાયતના સદસ્ય અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારના સરપંચો તેમજ જિલ્લા પંચાયતના કિશોરભાઈ અંદીપરા, નાગદાનભાઇ ચાવડા, ગોંડલ માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, કનકસિંહ જાડેજા, આર ડી સી બેંકના પ્રવીણભાઈ રૈયાણી સહિત આગેવાનો અને સમર્થકોએ હાજર રહી સન્માન કર્યું હતું. આ તકે સાંસદ રમેશભાઈ ધડુકે જણાવ્યું હતું કે હું પ્રજાના વચ્ચે રહેનારો માણસ છું અને વિકાસના કામમાં વિશ્વાસ રાખનાર છું કોઈપણ નાનામાં નાનો વ્યકિત પણ કામ સબબ મારી પાસે અચકાયા વગર આવી શકે છે હા એટલું જરૂરથી કહીશ કે વાદ-વિવાદથી દૂર રહેશો અને મને પણ તેનાથી દૂર રાખશો. આ કાર્યક્રમને સફળ બનાવવા હરદેવસિંહ જાડેજા, ઓમદેવસિંહ જાડેજા, સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી, કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઈ ટોડીયા, અશોકભાઈ પીપળીયા શહેર ભાજપ પ્રમુખ શશીકાંતભાઈ રૈયાણી દ્વારા કરાયું હતું આભાર વિધિ એશિયાટિક કોલેજ ના ફાઉન્ડર ગોપાલભાઈ ભુવા દ્વારા કરવામાં આવી હતી.

(11:22 am IST)