Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

કચ્છમાં પૂ. મોરારીબાપુના વ્યાસાસને સાંજે રામકથાનો પ્રારંભ

નવ દિવસ સુધી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર-અહિંસાધામ નંદી સરોવર-મુંદ્રામાં ભાવિકો ઉમટશે

રાજકોટ તા. ૮ : પૂ. મોરારીબાપુના વ્યાસાસને આજે તા.૮ ને શનીવારથી અહિંસાધામ નંદી સરોવર, મુંદ્રા-કચ્છ ખાતે શ્રીરામ કથાનો પ્રારંભ થશે.

આજે સવારે ૯-૩૦ વાગ્યે શ્રી હનુમાન મહારાજની કૃપાથી અહિંસાધામ નંદી સરોવરની પાવન ભુમિ ઉપર નવા આઇસીયુનુ ઉદ્દઘાટન થયું હતું.

જયારે આજે પ્રથમ દિવસે સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી પૂ. મોરારીબાપુ શ્રીરામકથાનુ રસપાન કરાવશે. તા.૯ થી તા. ૧૬ સુધી દરરોજ સવારે ૯-૩૦ થી ૧-૩૦ સુધી પૂ. મોરારીબાપુના વ્યાસાસને શ્રીરામકથા યોજાશે.

અહી ૪૯૦૦ થી વધુ અબોલ, અશકત, અપંગ, નિરાધાર, પશુ-પક્ષીઓને આશ્રય આપવામાં આવે છે જેથી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર- એન્કરવાલા અહિંસાધામ તરીકે પ્રખ્યાત છે.

શ્રી રામકથામાં દરરોજ જુદા-જુદા સંતો આર્શિવચન પાઠવશે. જેમાં પૂ. યોગેન્દ્રસિંહ રાજાબાવા, પૂ. સભાપતિગિરી મહંત જાદતગિરીજી મહારાજ, ૧૦૦૮ શ્રી દેવેન્દ્રગિરી મહારાજ, ૧૦૦૮ શ્રી જેતમાલસીંજી બાપુ, પૂ.વિશ્વંભરગિરીજી કોઠારી, પૂ. ધનંજયગિરીજી, પૂ. કૃષ્ણાનંદજી મહારાજ, પૂ. લાલગિરીજી ગુરૂજી, ધર્મેન્દ્રગિરીજી, પૂ. પ્રદિપ્તાનંદ સરસ્વતીજી, પૂ. શાંતિદાસજી મહારાજ, પૂ. કિશોરદાસજી, શ્યામજી સાહેબ, પૂ.ત્રિકમનદાસજી મહારાજ, પૂ. મુળજીરાજા, ગુરૂશ્રી કાનજીરાજા, સહિત જુદા-જુદા ધાર્મિક સ્થળોથી સંતો-મહંતો ઉપસ્થિત રહેશે.

સફળ બનાવવા ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર, અહિંસાધામ કમિટી-શ્રીરામકથા સમિતીના કન્વીનરો મહેન્દ્રભાઇ સંગોઇ, રમેશભાઇ ગાલા, અમૃતભાઇ છેડા, હરેશભાઇ વોરા, ખેતશીભાઇ ગઢવી, ડાહયાલાલ ઉકાણી, શિવજીભાઇ પટેલ, દિપકભાઇ પટેલ, શિવરાજભાઇ ગઢવી, ગીરીશભાઇ નાગડા સહિતના જહેમત ઉઠાવે છે.

શ્રીરામકથાનુ આસ્થા ચેનલ ઉપર તેમજ પૂ. મોરારીબાપુની ઓફિશ્યલ વેબસાઇટ ઉપર જીવંત પ્રસારણ કરવામાં આવશે.

(10:08 am IST)