Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ગોંડલ ખાતે આવેલી ઉમવાડા ચોકડી નજીક ડિવાઈડર તૂટી જતા અકસ્માત થવાનો ભયઃ તંત્રએ તાત્કાલીક પગલા લેવા માંગ

ગોંડલ, તા. ૮ :. રાજકોટ-જૂનાગઢ હાઈવે ઉપર ગોંડલ ખાતે આવેલી ઉમવાડા ચોકડી નજીક ડીવાઈડર તૂટી જવાના કારણે રાત્રીના સમયે છાસવારે અકસ્માતો થવાની ઘટનાઓ ઘટતી હોય, કોઈ ગમખ્વાર કે જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલા તંત્રવાહકો નક્કર પગલા અખત્યાર કરે તેવી માંગણી બુલંદ બની છે.

વાહનોની સતત અવરજવરથી ધમધમતા આ હાઈવે પર ઉમવાડા ચોકડી નજીકના ડીવાઈડર તૂટી ગયા હોય તેમજ રાત્રીના સમયે વાહન ચાલકો જોઈ શકે તેવા રેડીયમ પટ્ટાના કોઈ સૂચક બોર્ડ ન હોવાના કારણે આ સ્થળે રાત્રીના સમયે અકસ્માતો સર્જાવાની ઘટના સામાન્ય બનતી જતી રહી છે તેમ છતાંય તંત્રના પેટનું પાણી હલતુ નથી ! ત્યારે તૂટી ગયેલા ડીવાઈડર સત્વરે રીપેર કરી, થોડા મોટા બનાવી અને રેડીયમ પટ્ટાવાળા સૂચક બોર્ડ લગાવવાની માંગણી પ્રબળ બની છે. જાણકારોમાં થતી ચર્ચા મુજબ નાના - નાના અકસ્માતો વખતે આજુબાજુમાંથી લોકો મદદે દોડી આવતા હોય છે. આવા ટાંકણે રાત્રી પેટ્રોલીંગમાં નીકળેલી પોલીસવાન અડછતી નજર નાંખીને જતી રહે છે !? જે શરમજનક છે, પરંતુ અકસ્માતો નિવારવા તંત્ર યુદ્ધના ધોરણે નક્કર પગલા અખત્યાર કરે તે અતિ આવશ્યક છે.

(10:07 am IST)