Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

જામનગરમાં મહિલા કોર્પોરેટરના પતિ પર જીવલેણ હુમલો : :તીક્ષ્ણ હથિયાર વડે ઘાતક ઇજા પહોંચાડી આરોપીઓ ફરાર

જુના મનદુઃખને કારણે હુમલો થયાનું પ્રાથમિક તારણ

 

જામનગર મહાનગરપાલિકાના વોર્ડ.નં.11ના મહિલા કોર્પોરેટરના પતિ પર વહેલી સવારે ગુલાબનગર વિસ્તારમાં અમુક શખ્સોએ બોથડ અને તીક્ષણ હથિયારો વડે હુમલો કરી ઘાતક ઇજા પહોંચાડતા ચકચાર મચી જવા પામી છે. જુની અદાવતને લઇને આરોપીઓએ નગરસેવીકાના પતિ પર હુમલો કર્યાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. ઘવાયેલા પ્રૌઢને ખાનગી હોસ્પીટલમાં દાખલ છે. પોલીસે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

  અંગે મળતી વિગત મુજબ ગુલાબનગર વિસ્તારમાં રહેતા અને મહાનગરપાલિકાના વોર્ડ.નં.11ના નગરસેવીકા જેતુનબેન રાઠોડના પતિ નૂરમામદભાઇ ઉર્ફે નુરાભાઇ અબ્દુલ કરીમભાઇ (..55)પર આજે વહેલી સવારે ગુલાબનગર વિસ્તારમાં અબ્દુલ ચા વાળા ઢાળીયા પાસે અમુક શખ્સોએ તીક્ષણ અને ઘાતક હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં નુરાભાઇને માથા તથા શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલીક ખાનગી હોસ્પીટલ ખસેડવામાં આવ્યા હતા

  હુમલો કરીને આરોપીઓ નાશી છુટયા હતા. દરમ્યાન હોસ્પીટલ ખસેડાયેલા પ્રૌઢને તાત્કાલીક સારવાર આપવામાં આવી હતી. બનાવની જાણ થતા કોંગ્રેસના આગેવાનો અને નગરસેવીકાના પરિવારજનો તાત્કાલીક હોસ્પીટલ પહોંચ્યા હતા. પોલીસે ઘટના સ્થળે અને હોસ્પીટલ દોડી જઇ ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 અબુમીયા, રૂબીબાપુ અને અસગર બાપુ સહિતના સંખ્યાબંધ શખ્સોએ હુમલો કરી ઘાતક ઇજા પહોંચાડયાની હોસ્પીટલ દોડી આવેલા ઘાયલ પ્રૌઢના પરિવારજનોએ આક્ષેપ લગાવી ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. બનાવે શહેરમાં ભારે ચકચાર જગાવી છે. જુના મન દુ:ખને લઇને આરોપીઓએ હુમલો કર્યાની પ્રાથમિક વિગતો જાણવા મળી છે.

(10:34 pm IST)