Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

માળીયાહાટીના તાલુકાનાં કડાયાની યુવતિને પ્રેમ સંબંધ રાખીને બદકામ કરવાની ધમકીઃ રણજીત ચુડાસમા દ્વારા વારંવાર દુષ્કર્મ

જૂનાગઢ, તા. ૮ :. માળીયાહાટીના કડાયાની યુવતી પર તેના જ ગામના રણજીત ચુડાસમા નામના શખ્સે પાંચ વર્ષ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરીયાદ થઈ છે.

આ અંગેની વિગતો એવી છે કે, જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના કડાયા ગામે રહેતી ૪૨ વર્ષીય યુવતીને તેના જ ગામના રણજીત ગેલાભાઈ ચુડાસમા નામના શખ્સે પ્રેમ સંબંધ રાખી બદનામ કરવાની ધાક ધમકીઓ આપી કડાયા ગામે તેમજ દેવળીયા પાસેના જંગલ વિસ્તારમાં અને જૂનાગઢના શ્રીરામ ગેસ્ટ હાઉસ ખાતે શરીર સંબંધ બાંધી પાંચ વર્ષ સુધી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ યુવતીએ સંબંધ રાખવાની ના પાડતા રણજીત ચુડાસમાએ ઝાપટોથી માર માર્યો હતો. આ મતલબની ફરીયાદ ભોગ બનનાર યુવતીએ કરતા માળીયા પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૩૨૩ મુજબ રણજીત ગેલા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિશેષ તપાસ માળીયાના પીએસઆઈ એન.કે. વિંઝુડા ચલાવી રહ્યા છે.

(4:02 pm IST)