Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બુટલેગરની ધમકીના પગલે સરકારની સુચનાથી મહેન્દ્રભાઇ મશરૂને પોલીસ રક્ષણ

જૂનાગઢ તા.૮ : બુટલેગરની ધમકીના પગલે સરકારની સુચનાથી માજી ધારાસભ્ય મહેન્દ્ર મશરૂને પોલીસ રક્ષણ આપવામાં આવ્યુ હોવાનું જાણવા મળેલ છે.જૂનાગઢના એક બુટલેગરે જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂને ધમકી આપતા  ચકચાર વ્યાપી ગઇ છે. આ અંગે ભાજપ પ્રદેશ કક્ષાએ ધ્યાન દોરવામાં આવતા સરકારની સુચનાથી શ્રી મશરૂને પોલીસ રક્ષણ ફાળવામાં આવ્યુ છે. શ્રી મશરૂએ તેમને ધમકી મળી હોવાની બાબતનું સમર્થન કરતા જણાવેલ કે  તેમની સાથે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

(4:01 pm IST)