Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પોરબંદરમાં બાબુભાઇના અંગત મદદનીશ નાગાજણભાઇ ઓડેદરા તથા ભુસ્તરશાસ્ત્રીને ધમકી આપનાર ઝડપાયો

મારી ખાણો બંધ કરાવેલ છે... આજે તારો આખરી દિવસ તેવી કલેકટર કચેરીમાં ધમકી આપેલ

પોરબંદર, તા., ૮: ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાના અંગત મદદનીશ નાગાજણભાઇ માત્રાભાઇ ઓડેદરા કલેકટર કચેરીમાં ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાંથી ભુસ્તરશાસ્ત્રી અધિકારીશ્રી મેવાડા સાથે બહાર નીકળેલ ત્યારે હરદાસ મેરૂભાઇ ઓડેદરાએ ભુસ્તર શાસ્ત્રી અધિકારીને કહેલ કે તે મારી પાંચ ખાણો બંધ કરાવેલ છે... આજે તારો આખરી દિવસ છે. તેમજ નાગાજણભાઇને તે બિન ખેતીનું કામ થવા દીધેલ નથી તારો આજે આખરી દિવસ છે તેમ કહીને ધમકી આપી હતી.ધમકી આપનાર સામે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ બાદ પોલીસે આરોપી હરદાસ મેરૂભાઇને પોલીસે પકડીને ગુન્હો નોંધ્યો છે.

(3:55 pm IST)