Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જીતુભાઇ વાઘાણીના ગઢ ભાવનગર ભાજપમાં ભડકોઃ ઉપાધ્યક્ષ પ્રકાશ વાઘાણીનું રાજીનામું

ભાવનગર તા. ૮: ભાવનગર ભાજપમાં ભડકો થયો છે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીનાં ગઢ ભાવનગરમાં રાજકીય ગરમાવો વ્યાપી જતાં દોડધામ મચી ગઇ છે.પૂર્વ પાટીદાર કન્વીનર અને શહેર કોંગ્રેસનાં પૂર્વ ઉપપ્રમુખ પ્રકાશભાઇ વાઘાણીએ આજે પોતાનું રાજીનામું ભાજપ પ્રમુખ સનતભાઇ મોદીને આપી દીધુ છે.લોકોનાં પ્રશ્નની વારંવાર રજુઆત કરવા છતાં પણ કોઇ નિરાકરણ નહિ થતાં રાજીનામું આપ્યુ હોવાનું ચર્ચાઇ રહયું છે.ભાજપમાં અસંતોષ હોવાથી રાજીનામું આપ્યાની ચર્ચાએ જોર પકડયું છે.

(3:43 pm IST)