Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વંથલીના ખેડુત અગ્રણી પર હુમલો કરનારા શખ્સોની સંપતિ જપ્ત કરવા કાર્યવાહી

સરપંચ ભૂરા કરમટા સાંજ સુધી રિમાન્ડ પર

 જૂનાગઢ તા.૮ : વંથલીના ખેડુત પર હુમલો કરનાર શખ્સોની સંપતિ જપ્ત કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને ધણફુલીયાના સરપંચ ભુરા કરમટા ને ક્રાઇમ બ્રાંચે સાંજ સુધીના રીમાન્ડ પર  મેળવી અન્ય આરોપીઓની પકડવા તપાસ તેજ કરી છે.

ગત તા.૪ના રોજ  ઓગષ્ટ મહીના લીઝના મુદ્દે વંથલી બંધનુ એલાન આપવામાં આવેલ જે દરમ્યાન ખેડુત આગેવાન નયનભાઇ કલોઇનું અજાણ્યા શખ્સો  કારમાં અપહરણ કરી ગયા બાદ અને તેના ઉપર હુમલો કરી તેમને લોહી લુહાણ દરવાજે ફેકીને નાસી ગયા બાદ આ બનાવમાં તા.૬ની રાત્રે ડો.રાજકુમાર પાંડેયનું અને એસ પી નિલેશ જાજડીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચ ના ઈન્ચાર્જ પી.આઇ.આર. કે. ગોહિલ  સહિતની પોલીસ ટીમોએ ખેડુત અગ્રણી પર હુમલો કરવા સબબ ધણફુલીયાના સરપંચ ભુરા કરનાભાઇ કરમટા - રબારીની ધરપકડ કરી હતી.

ક્રાઇમ બ્રાંચે આ શખ્સને ગઇકાલે સાંજે કોર્ટમાં રજુ કરી આજે સાંજ સુધીના રીમાન્ડ પર મેળવેલ છે.  આ બનાવમાં સંડોવાયેલા તમામ શખ્સોના નામ સ્પષ્ટ થઇ ગયા છે. પરંતુ હાલ ફરાર હોય તમામની શોધખોળ હાથ ધરવામાં આવી છે.  તેમજ આ શખ્સોની સંપતિ જપ્ત કરવા માટે પણ ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(3:35 pm IST)
  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ વચ્ચે દિલ્હીમાં મુલાકાત :બંને નેતાઓ વચ્ચે 40 મિનિટ સુધી ચર્ચા : બંનેની મિટિંગમાં બિહારમાં મહાગઠબંધન વધુ મજબૂત કરવા અને 2019ની લોકસભા ચૂંટણીમાં જબર લડત આપવા વિચારણા access_time 1:20 am IST

  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST