Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જામનગરમાં ઈન્ડીયન લાયન્સ (સીટી) લાયોનૈસ, લીયોસનો પદગ્રહણ સમારોહ

જામનગરઃ. અહીંયા ઈન્ડીયન લાયન્સ સીટી, લાયોનૈસ લીયોસ કલબનો સંયુકત પદગ્રહણ સમારોહ એ.કે. દોશી મહિલા કોલેજ ખાતે યોજાયો હતો. જેમાં ઈન્ડીયન લાયન્સના ચેરમેન હિતેશભાઈ પંડયા, વાઈસ નેશનલ ચેરમેન આશાબેન પંડયા, ભાનુભાઈ દોશી, કૌશિકભાઈ ટાંક (રાજકોટ), હર્ષિદાબેન પંડયા (જામનગર), શપથગ્રહણ પુરોહીત વનરાજભાઈ ગરૈયા (રાજકોટ), દર્શનાબેન, અજયભાઈ, ડો. હરીશ મકવાણા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અત્રે નોંધનીય છે કે, ઈન્ડીયન લાયોનૈસના પ્રમુખ તરીકે રેખાબેન ભરતભાઈ જોશી, મંત્રી તરીકે હંસાબેન રાવલ, ખજાનચી તરીકે ખુશ્બુબેન પંડયા તેમજ ઈન્ડીયન લાયન્સ સીટીના પ્રમુખ તરીકે વિરેન્દ્ર દોશી, મંત્રી તરીકે સમીર મહેતા, ખજાનચી તરીકે નયન ભટ્ટ, ઈન્ડીયન લીયોસના પ્રમુખ તરીકે કૃતિકા ખીરા, મંત્રી તરીકે ઘાત્રી જોશી, ખજાનચી તરીકે પ્રિયંકા ખીરા અને અન્ય હોદેદારો, સભ્યોએ શપથગ્રહણ કર્યા હતા. સંચાલન રીટાબેન શાહ અને આભારવિધિ ડો. વશિષ્ઠ વ્યાસ દ્વારા કરાઈ હતી (તસ્વીર-અહેવાલઃ મુકુન્દ બદિયાણી-જામનગર)(૨-૧૯)

(12:42 pm IST)