Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

વંથલી તાલુકા ખરીદ વેંચાણ સંઘનાં પ્રમુખપદે કિરીટભાઇ ભીમાણી, ઉપપ્રમુખ ભરતભાઇ જીલડીયા

કણઝા તા. ૮:.. વંથલી તાલુકા ખરીદ વેચાણ સંઘનાં બોર્ડ ઓફ ડીરેકટરમાં પ્રમુખપદે વંથલી તાલુકાનાં સહકારી આગેવાન જીલ્લા સહકારી સંઘનાં ડીરેકટર માર્કેટીંગ યાર્ડ વંથલીનાં ડીરેકટર કિરીટભાઇ ભીમાણી અને ઉપપ્રમુખ પદે ભરતભાઇ જીલડીયાની સર્વાનુમતે વરણી થઇ છે.

આ ચૂંટણી વંથલી મામલતદારશ્રીના અધ્યક્ષ સ્થાને મળી છે. જેમાં જીલ્લા બેન્કનાં ચેરમેન એલ. ટી. રાજાણી, એમ. ડી. દિનેશભાઇ ખટારીયા, હાજર રહ્યા હતાં. (પ-૧૭)

(12:41 pm IST)