Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ગોંડલના મોવિયામાં મશ્કરી બાબતે મારામારીઃ સામસામી ફરીયાદ

ગોંડલ તા. ૮ :.. તાલુકાના મોવીયા ગામે મજાક મસ્તી કરવા બાબતે મારામારી થતા પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે. મળતી વિગતો મુજબ મોવીયા ગામે આવેલ બગીચામાં પાર્થ અશ્વિનભાઇ કાલરીયા તેમજ તેના મિત્રો મજાક મસ્તી કરી રહ્યા હતા ત્યારે બાજૂમાં બેઠેલા છગન દૂધાભાઇ સાંગાણીએ મજાક મસ્તી ન કરવા જણાવી હાઇડ્રોલિક રબ્બરની નળી વડે માર મારતા પાર્થ ઇજાગ્રસ્ત થયો હતો આ અંગે બંને પક્ષો દ્વારા સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસના જમાદાર ડી. યુ. જાડેજાએ તપાસ હાથ ધરી છે.

(11:37 am IST)