Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પવનના સૂસવાટા-ધુપ-છાંવ

રાજકોટ તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પ્રિ.મોન્સુમ એકટીવિટીનો પ્રારંભ થયો હોય તેવુ હવામાન દરરોજ છવાઇ જાય છે અને તેના કારણે ગરમીમા રાહત અનુભવાઇ રહી છે જયારે બફારાનું પ્રમાણ યથાવત છે.

મહત્તમ તાપમનનુ પ્રમાણ ઘટયુ છે અને પારો નીચે ઉતરતા તોબા પોકારતી ગરીમાંથી લોકોને છેલ્લા થોડા દિવસોથી રાહત મળી છે. જો કે પવનના સુસવાટા યથાવત છે અને ધુપ-છાંવનો માહોલ આખો દિવસ છવાયેલો રહે છે. જેના કારણે મિશ્ર રૂતુનો અનુભવ થઇ રહ્યો છે. આજે પણ વહેલી સવારથી ધુપ-છાંવનો માહોલ યથાવત છે અને પવનના સૂસવાટા ફુંકાઇ રહ્યા છે.

(11:36 am IST)