Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

કોડીનારમાં ફરી વિજ ચેકીંગ ટીમનાં દરોડા ૬.૯૬ લાખની વિજ ચોરી પકડાઇ

કોડીનાર તા. ૮ :.. કોડીનાર શહેરમાં આજે વ્હેલી સવારે અમરેલી-લીંબડ, ભાવનગર-સુરેન્દ્રનગર સહિત વિજ તંત્રની રર ટીમએ શહેરનાં બુખારી મોહલ્લા, વિરાટનગર, દક્ષિણામૂર્તિ, ઉન ઝાપા-જન પ્લોટ દ્વારા ઝાપા સહિતનાં વિસ્તારોમાં વિજ ચોરી ડામવા ચેકીંગ હાથ ધરતાં વિજ ચોરીમાં ભારે ફફડાટ ફેલાયો છે. વિજ ટીમોએ કુલ રપ૦, વિજ કનેકશનાં ચેક કર્યા હતા જેમાં ૬૦ કનેકશનોમાં ગેરરીતિ પકડાતા કુલ રૂ. ૬,૯૬,૦૦૦ ની વિજ ચોરીનાં દંડ ફટકાર્યા હતા કોડીનાર શહેરમાં સતત વિજ ચેકીંગનાં કારણે વિજ ચોરોમાં ફફડાટ ફેલાયો છે. જયારે વિજ તંત્ર દ્વારા વિજ ચેકીંગના સમયે મોટી મગરમચ્છોને નજર અંદાજ કરી ગરીબ અને પછાત વિસ્તારોમાં જ વિજ દરોડા પાડવામાં આવી રહ્યુ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

ઝડપાયેલા ૬૦ વિજ ચોરોમાં શભુબેન વજુભાઇ ડોડીયા, જીવરાજ ધના ભાલાણી, પ્રવિણ જાદભાઇ, જાદવ ભાણાભાઇ, રાજાભાઇ ગાંડા, નારણ વાળા, મંજૂલાબેન કનુદાસ, ગોવિંદભાઇ દેવાભાઇ, ભરતસિંહ રામસિંહ વંશ, મણીલાલ હરાજીભાઇ ગોઢણીયા, આલમબીબી મહમદ હુસેન, મોંગીબેન ઝાલા, સાંસા, વાસુ નારણ, ભાવસિંહ બચુ, જેબુનબેન મહમદ ચૌહાણ, વરાઇબેન અરજણભાઇ વાઢેળ, નાગલબેન જીવા વાળા, યોગેશ અરજન રામ, ફરીદા મહમદ નકવી, હુસેન, હરીનઅલી, હસરૂનિશા, નજર હુસેન, હસીનાબેન અબ્દુલ મકવાણા, વારસખાન નજીખા પઠાણ, રણજીત નથુ રાઠોડ, જશવંત ભાવસિંહ રાણા, જોધાભાઇ રામ ચુડાસમા, જોરાવરખાન મહમદખાન પઠાણ, પરબત નાજા ચુડાસમા, હનરૂખા રસુલખા પઠાણ, કિશાન રાજા વેડાડ, ઘોલડીયા દિવાલી મોહનભાઇ, યશવંત કુંભાજી ઝણકાટ, આબેદઅલી હસનઅલી, જીતુ અરજણ વાંજા, બચુ ગોરધન, કમાયત હુસેન શમસુદીન સૈયદ, પ્રેમજી ભીમજી, રમેશ રામજી વાણંદ, અશોક રામજી વાણંદ, વગેરેનો સમાવેશ થાય છે.

(11:30 am IST)