Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

આકોલવાડીનાં પોસ્કોના આરોપી પેરોલ ઉપર છુટયા બાદ ફરાર થયેલ ફરી પકડાયોઃ જેલ હવાલે

કોડીનાર તા.૮: આકોલવાડીનાં પોસ્કો કેસના ફરાર આરોપી ને પોલીસે પકડી પાડી ફરીથી જેલ હવાલે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટનાની વિગત મુજબ આકોલવાડી ગામનો અશ્વીન કાળા દેવીપુજક વિરૂધ્ધ્ ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩-૩૬૬ ૩૭૬ તથા પોસ્કો મુજબ ગુનો નોંધાયા બાદ હાલ આ આરોપી પેરોલ ઉપર છુટીને આવ્યા બાદ ફરાર થઇ જતાં આજે આકોલવાડી આઉટ પોસ્ટ નાં હેડ કોન્સ. વિરાભાઇ ગઢવી અને કોન્સ. દિપક જે. ગોંડલીયા અને ગીર સોમનાથ જિલ્લાની પેરોલ ફર્લો ટીમ અશ્વીન દેવીપૂજક ને આકોલવાડી ચાર ચોક થી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી જેલ હવાલે કરેલ છે.

(11:27 am IST)