Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

જામકંડોરણામાં પર્યાવરણ, સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી

જામનગરઃ અહીયા પર્યાવરણ અને સ્વચ્છતા અભિયાન સપ્તાહની ઉજવણી તાલુકા પંચાયત ખાતે કરવામાં આવી હતી. જેના ભાગરૂપે સ્કુલના બાળકોની જનજાગૃતી રેલી તથા તાલુકા પંચાયત કચેરીના ગ્રાઉન્ડમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ પ્રસ્થાન તાલુકા પંચાયત કચેરીથી કરાયું ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લા દુધ સંઘના ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા, મામલતદાર શ્રી અપારનાથી, તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવે, સરપંચ જશમતભાઇ કોયાણી, ગૌતમભાઇ વ્યાસ સહિતના આગેવાનો અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીરઃ અહેવાલ, મનસુખ બાલધા, જામકંડોરણા)

(11:25 am IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST