Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

બહેનો દ્વારકાધીશના દર્શને

શ્રી જળમુખી મિત્રમંડળના લોહાણાપરાના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણીની રાહબરી હેઠળ શ્રી જલારામબાપાનું છાશનું પરબ તેમજ અધિકમાસ દરમિયાન બહેનોને ટોકનદરે દ્વારકાધીશના દર્શનાર્થે લઇ જવા માટે બે બસનું આયોજન કરેલ હતુ. આ બસોનું પ્રસ્થાન રઘુવંશી પરિવારના પરેશભાઇ વિઠ્ઠલાણી (જલારામ બિલ્ડર), પ્રવિણભાઇ ડેલાવાળા (અગ્રણી વેપારી), કૌશિકભાઇ માનસાતા, પિન્ટુભાઇ માણેક, વિપુલભાઇ કારીયા તેમજ પ્રકાશભાઇ ગણાત્રાએ કરાવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા મંડળના પ્રમુખ જયસુખભાઇ દક્ષિણી, બાલાભાઇ રાવ, નિતીન સાતા, સુરેશ પુજારા, મચ્છાભાઇ, જીતુભાઇ શિંગાળા, જતીનભાઇ દક્ષિણી, કાનાભાઇ કેળાવાળા, જનકભાઇ ઉનડકટ તેમજ કિશોરભાઇ સોમૈયાએ જહેમત ઉઠાવી હતી.

(11:24 am IST)
  • મુશર્રફનો પાસપોર્ટ-પાકિસ્તાની ઓળખપત્ર સસ્પેન્ડઃ દુબઇમાં રહેવુ ગેરકાનુની થઇ જશેઃ વિદેશયાત્રા પણ કરી શકશે નહિ access_time 4:18 pm IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST