Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ભાવનગરમાં કોંગી નગરસેવકના પતિ ચૌહાણ ઉપર ધોકા વડે હુમલો

ભાવનગર, તા.૮: કરચલીયાપરા વોર્ડના કોંગ્રેસના નગરસેવીકા ગવુબેન ચૌહાણના પતી કાનજીભાઇ ખીમાંભાઇ ચૌહાણ વહેલી સવારે ઘરેથી દૂધ લેવા માટે નિકળ્યા હતાં તે દરમ્યાન બે અજાણ્યા શખ્સો ધોકા વડે હુમલો કરી નાસી       ગયાં હતાં. હુમલાની ઘટનામાં ઇજાગ્રસી કાનજીભાઇને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.

આ બનાવ અંગે ઇજાગ્રસ્ત કાનજીભાઇ તથા નગરસેવિકા ગવુબેન ચૌહાણે માહિતી આપી હતી.

ઇજાસ્ત કાનજીભાઇની તબિયત સ્થિર હોવાનું જાણવા મળેલ છે.

(11:23 am IST)