Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

રાત્રે અમરેલીના નામચીન ઈરફાન ટાલકી પર જીવલેણ હુમલો :ટાવરચોકમાં છરીના આડેધડ ઘા ઝીક્યાં :દુકાનો ટપોટપ બંધ

ગંભીર હાલતમાં ઈરફાનને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો :પોલીસ કાફલો દોડ્યો :હુમલાખોરોને ઝડપી લેવા ચક્રો ગતિમાન

 

અમરેલી: આજે રાત્રે અમરેલીના નામચીન શખ્સ ઈરફાન ટાલકી પર અજાણ્યાં શખ્સોએ જીવલેણ હુમલો કર્યો  હતો  ટાવરચોકમા અજાણ્યાં શખ્સોએ જાહેરમાં છરીનાં ઘા ઝીંકીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.છરીનાં આડેધડ હુમલાથી ઈરફાન ટાલકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ગંભીર હાલતમાં ઈરફાનને સારવાર માટે રાજકોટમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો હુમલાનાં ભયથી ટાવરચોકની દુકાનો પણ અચાનક ટપોટપ બંધ થઈ ગઈ હતી.

   હુમલાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. મામલે હત્યાનો ગુનો નોંધી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે તેમજ આરોપીઓને પકડવા ચક્રો પણ ગતિમાન કરી દીધાં છે. ઈરફાન ટાલકી હાલમાં રાજકોટમાં સારવાર હેઠળ છે તેમજ તેની હાલત પણ ખૂબ ગંભીર છે.

 

(1:01 am IST)
  • કોંગ્રેસના ૨૩ કોર્પોરેટરો સસ્પેન્ડ : પાટણના નગરપાલીકાના મેન્ડેટના ઉલ્લંધનના મામલે પ્રદેશ કોંગ્રેસ દ્વારા બાગી ૨૩ કોર્પોરેટરને સસ્પેન્ડ કરાયા access_time 4:05 pm IST

  • કર્ણાટક કેબિનેટઃ કોંગ્રેસના અસંતુષ્ટો ભાજપ સાથે હાથ મિલાવે તેવી શકયતાઃ પક્ષ છોડવા કેટલાકે મન બનાવ્યુઃ વાતચીત શરૃઃ મંત્રી નહિ બનાવતા અનેક કોંગી ધારાસભ્યો નારાજ છે access_time 11:24 am IST

  • કર્ણાટકનો દરિયાકાંઠો અને કેરળમાં ભારે વરસાદની આગાહી છે. આગામી ૩૦ કલાકમાં ગોવા અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહીના પગલે નજીકના શહેરોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે access_time 4:03 pm IST