Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ભાવનગરમાં કોરોનાથી વધુ 12 ના મોત તથા ૩૭૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જ્યારે ૩૯૯ દર્દીઓ બન્યા કોરોનામુક્ત

જિલ્લામાં નોંધાયેલા કુલ ૧૬,૯૭૦ કેસો પૈકી ૪,૪૮૫ દર્દીઓ હાલ સારવાર હેઠળ

ભાવનગર : ભાવનગર જિલ્લામા આજરોજ ૩૭૯ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧૬,૯૭૦ થવા પામી છે. જેમા ભાવનગર શહેરી વિસ્તારમાં ૧૯૦ પુરૂષ અને ૯૦ સ્ત્રી મળી કુલ ૨૮૦ લોકોના રીપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે તાલુકાઓમાં ભાવનગર તાલુકામાં ૫૬, ઘોઘા તાલુકામાં ૨૮, તળાજા તાલુકામાં ૧, મહુવા તાલુકામાં ૧, વલ્લભીપુર તાલુકામાં ૨, પાલીતાણા તાલુકામાં ૧, સિહોર તાલુકામાં ૨, ગારીયાધાર તાલુકામાં ૧, ઉમરાળા તાલુકામાં ૪ તેમજ જેસર તાલુકામાં ૩ કેસ મળી કુલ ૯૯ લોકોના કેસ પોઝિટિવ નોંધાતા સારવાર અર્થે દાખલ કરેલ છે.
 આજરોજ ભાવનગર શહેર ખાતે રહેતા પાંચ કોરોના પોઝિટિવ દર્દીઓ તેમજ ગારીયાધાર તાલુકાનાં ખોડવદરી ગામ ખાતે રહેતા એક દર્દી, ભાવનગર તાલુકાનાં કરદેજ ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા તાલુકાનાં ભીકડા ગામ ખાતે રહેતા એક દર્દી, ઘોઘા તાલુકાનાં ઉખરલા ગામ ખાતે રહેતા એક દર્દી, તળાજા ખાતે રહેતા એક દર્દી, મહુવા ખાતે રહેતા એક દર્દી અને ગારીયાધાર ખાતે રહેતા એક દર્દી મળી કુલ ૧૨ દર્દીઓનું સારવાર દરમ્યાન અવસાન થયેલ છે. 
જ્યારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમા ૨૯૭ અને તાલુકાઓમાં ૧૦૨ કેસ મળી કુલ ૩૯૯ કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.
આમ જિલ્લામા નોંધાયેલા ૧૬,૯૭૦ કેસ પૈકી હાલ ૪,૪૮૫ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૨૬ દર્દીઓનુ અવસાન થયેલ છે 

 

(8:54 pm IST)