Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મોરબીના સમરસતા કોવીડ સેન્ટર ખાતે મેડીકલ સ્ટાફ અને સંસ્થાના કાર્યકરોએ વૃક્ષારોપણ કર્યું

મોરબી :કોરોના મહામારીમાં અનેક લોકો ઓક્સીજનના અભાવે મૃત્યુ પામ્યા છે અને પ્રાણવાયુ ઓક્સીજન માટે વૃક્ષો વાવવા જરૂરી હોય જેથી યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત સમરસતા કોવીડ સેન્ટર ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું
યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સંચાલિત સમરસતા કોવીડ કેર સેન્ટર ખાતેથી અનેક દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા બાદ ઘરે પરત ગયા છે જે તમામ દર્દીઓને અને તેના સગાઓને એક એક છોડ આપી વૃક્ષારોપણ કરવા સંકલ્પ લેવડાવ્યો હતો સાથે જ સમરસતા કોવીડ સેન્ટર પર મેડિકલ સ્ટાફ તથા સ્વયંસેવકો દ્વારા વૃક્ષા રોપણ કરી પર્યાવરણનું જતન કરવાનો સંકલ્પ લીધો હતો લોકો વધુને વધુ વૃક્ષ વાવે તેવી અપીલ યંગ ઇન્ડિયા ગ્રુપનાદેવેનભાઈ દ્વારા કરવામાં આવી છે

(7:43 pm IST)