Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મોરબી સબ જેલના કર્મચારીઓ અને તેમના પરિજનો માટે હેલ્થ કેમ્પ યોજાયો

ઉકાળા , આયુર્વેદિક દવાઓ સહિતનું વિતરણ કરી કોરોના સંક્રમણ સામે સાવચેતી અંગે પુરુ પડાયું માર્ગદર્શન:

મોરબી: મોરબી સબ જેલમાં ગત મહિને 36 જેટલા કેદીઓ કોરોના સંક્રમિત થયા હતાં. જો કે તમામની સમયસર સારવાર કરવામાં આવતા કેદીઓમાં સંક્ર્મણ ફેલાતું અટક્યું હતું. ત્યારે આજે શનિવારે મોરબી સબ જેલ ખાતે જેલના કર્મચારી તથા તેઓના પરિજનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જ
મોરબી સબ જેલમાં આજે શનિવારના રોજ જેલના સ્ટાફ તેમજ તેમના પરિવારજનો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. અલબત્ત કોરોના મહામારીના કપરાકાળ દરમ્યાન સબ જેલમાં સમયાંતરે જેલર એલ.વી. પરમાર પરમાર દ્વારા વિવિધ આરોગ્ય કેમ્પના આયોજનો થતા રહ્યા છે. આજના કેમ્પ દરમ્યાન જેલના સ્ટાફ અને તેના પરિજનોમાંથી જેઓને આવશ્યક હોય તેવા લોકો માટે રેપિડ ટેસ્ટ કરાયાં હતાં. આ ઉપરાંત ઉકાળા વિતરણ, આયુર્વેદિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. જરૂરિયાત પ્રમાણે હેલ્થ સ્કેનિંગ કરી તમામને કોરોના સંક્રમણથી સાવચેતી માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પડાયું હતું

(7:40 pm IST)