Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

લાયન્સ ક્લબ ઓફ મુન્દ્રા અને ખારવા સમાજ દ્વારા કોરોના મહામારી વચ્ચે શહેર માં ૧૦૦૦ ઘરોને સૅનેટાઇઝ કરાયાં..

(વિનોદ ગાલા દ્વારા)ભુજ::::હાલ કોરોના મહામારી ચાલી રહી છે અને હોસ્પિટલો માં બેડ ફૂલ છે તેમજ કચ્છ માં કોરોના એ ડબલ સેંચરી ફટકારી છે ત્યારે કચ્છ ના મુન્દ્રા શહેર માં આજે લાયન્સ ક્લબ અને ખારવા સમાજ દ્વારા આજે વિવિધ વિસ્તારો માં અંદાજે ૧૦૦૦ જેટલાં ઘરો માં સૅનેટાઇઝ કરવા માં આવ્યો હતો..

લાયન્સ ક્લબ ના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર અને ખારવા સમાજ ના પ્રમુખ રાજેશ ભાઈ કષ્ટા એ જણાવ્યું હતુ કે શહેર ના દરિયાલાલ નગર, જેસર ચોક, જૂની સો મિલ વાળી શેરી, હોળી ચકલા, સવાલી શેરી, ખારવા શેરી સહીત ના વિવિધ વિસ્તારો માં અલગ અલગ ચાર ટીમ બનાવી વિવિધ રહેણાંક વિસ્તારો ને સૅનેટાઇઝ કરવામાં આવ્યા હતા..

હાલ કોરોના ની વિસ્ફોટક પરિસ્થિતિ માં લાયન્સ ક્લબ મુન્દ્રા અને ખારવા સમાજ મુન્દ્રા ની આજની પહેલ સરાહનીય છે.

(તસવીર:રાજ સંઘવી, મુન્દ્રા)

(5:31 pm IST)