Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

જેતપુરના એક કોવીડ કેર સેન્ટરમાં શરમજનક ઘટના ઘટીઃ નર્સીગ સ્ટાફની યુવતીનો જન્મ દિવસની કેક કાપીને રંગરેલીયા મનાવ્યા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૮ :.. શહેરમાં કોરોનાના દર્દીઓની સારવાર માટે કાર્યરત કોવિડ કેર સેન્ટરમાં બનેલ બનાવથી શહેરમાં ચર્ચાઓ જાગી છે.

આ અંગે એવું જાણવા મળે છે કે, કોવિડ સેન્ટરમાં ફરજ બજાવતા રાજકોટથી આવતા સ્ટાફમાંથી એક યુવતીનો ત્રણ થી ચાર દિવસ પહેલા જન્મ દિવસ હોય ત્યાં રાત્રીના  કેક કાપવામાં આવેલ બાદમાં રંગરેલીયા મનાવી ફીટકાર વર્ષે તેવું કૃત્ય કરેલ એક તરફ કોરોનાનો કહેર વર્તાય રહ્યો છે. અનેક લોકો મોતના મુખમાં હોમાઇ રહયા છે. ત્યારે ત્યાં સારવાર લઇ રહેલ દર્દીઓના દુઃખમાં સામેલ થવાને બદલે દેખરેખ માટે શહેરના નામાંકીત યુવાનો અને એક નગરસેવક હોય છે તેનો જન્મ દિવસની ઉજવણીમાં જોડાયા  તેવી ચર્ચા જાગી છે. એવું પણ કહે છે કે, અંદરો-અંદર કોઇ કારણોસર વિખવાદ થતા કદાચ આ મામલો બહાર આવ્યો હોય શહેર તેમજ બહારગામથી સારવાર લેવા આવનાર ને પુરતી સુવિધા મળી રહે અને તેઓને ભટકવુ ન પડે માટે પ્રયાસો કરવામાં આવે છે.

આ જન્મ દિવસની ઉજવણીમાં કેટલાક લોકો ભેગા થયા હતાં. બાદમાં કોઇ ઘટના બની છે કે કેમ તે અંગે તપાસ કરવામાં આવે અને જો બનાવ બન્યો હોય તો ખુબ શરમ જનક કહેવાય કેમ કે જયાં દર્દીઓની સારવાર કરવામાં આવે તે એક પવિત્ર જગ્યા કહેવાય તેમાં આવુ બને તે યોગ્ય ન કહેવા આ ચર્ચાએ શહેરમાં જોરદાર ચકચાર જગાવી છે.

(12:43 pm IST)