Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મોટી પાનેલીમાં ૨૫ દિ'માં ૪૮ મોત

કોરોના મહામારીના કારણે લોકો ત્રાહિમામ : દરરોજ મૃતકો અને કેસની સંખ્યા વધતા ચિંતા

(અતુલ ચગ દ્વારા) મોટી પાનેલી તા. ૮ : ઉપલેટા તાલુકના તેર હજારની વસ્તી ધરાવતા ગામમાં યમરાજાએ જાણે મુકામ કર્યો હોય તેમ જમ ઘર ભાળી ગયા જેવી પરિસ્થિતિ થઇ છે છેલ્લા પચીસેક દિવસોમાં અડતાલીસ જેટલાં લોકોએ જીવ ગુમાવ્યો છે.જેમાં કોરોનાં થી મૃત્યુ પામનારા ત્રીસેક જેટલાં અને બાકીના અન્ય રોગથી પીડાતા કે બુઝુર્ગ લોકો છે રોજ ત્રણ ચાર પાંચ જેટલાં લોકો મૃત્યુ પામતા હોય નાના એવા ગામમાં ભારે ત્રાહિમામ પોકારતા લોકો ભય અને સંવેદના વચ્ચે એકબીજાના સહારે જીવી રહ્યા હોય તેવો માહોલ છે.

એકબાજુ કોરોનાં દર્દીઓ સતત વધી રહ્યા છે અને કોરોનાથી મૃત્યુદર પણ વધતા લોકે સ્વયંભૂ લોકડાઉન પાડી સંક્રમણને અટકાવવાની કોશિશ કરી છે સાથેજ સ્થાનિક આગેવાનો તેમજ સંસ્થાઓ વતનપ્રેમી દાતાઓ દ્વારા લોકોને બનતી મદદ પહોંચાડવામાં આવી રહી છે.

જયારે તંત્ર દ્વારા કોઈ ભાળ લેવામાં નથી આવી પાનેલીની શાંત પ્રજાનો ગુસ્સો હવે ચરમસીમા એ હોય તેવું આરોગ્ય કેન્દ્ર ખાતે આજે જ જોવા મળેલ છે.

જેમાં વેકસીન મુદે પણ તંત્ર દ્વારા પાનેલીને અન્યાય થતો હોય લોકો ભડકી ઉઠ્યા હતા અને અન્ય કોઈ સુવિધા ના આપી હોવા છતાં અત્યાર સુધી શાંતિથી બેસી સહન કર્તા લોકો હવે ધીરજ ગુમાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.

(12:00 pm IST)