Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સાંજથી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પૂ. મોરારીબાપુની રામકથા

કોરોના મહામારીમાં શ્રોતાઓ રૂબરૂ લાભ લઇ નહી શકેઃ ઓનલાઇન લાભ લેવા અપીલ

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ૮ :.. ભારતના બાર જયોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ ર્તીથમાં વિશ્વ પ્રસિધ્ધ રામ પારાયણ કથાકાર મોરારીબાપુની આજ તા. ૮ મી મે થી શ્રોતાઓ વગરની રામપારાયણ કથાનો સોમનાથ ટ્રસ્ટના રામ મંદિર ખાતે દિવ્ય પ્રારંભ થઇ રહ્યો છે.

સોમનાથ - પ્રભાસ અને આ ર્તીથભૂમિને પ્રાંતઃ સ્મરણીય પૂજય મોરારીબાપુને અતૂટ નાતો છે.સોમનાથ - પ્રભાસ પાટણમાં આજ સુધી પૂ. મોરારીબાપુની ૧૦ જેટલી કથાઓ થયેલી છે. જેમાં હાલના શંખચક્ર સર્કલ પાસે આવેલ અધ્યાપન મંદિર ખાતે તેઓની પ૯ મી કથા તા. ૩-પ-૭૩ થી ૧૧-પ-૭૩ સુધી યોજાઇ હતી તો ૬ર મી કથા વેરાવળ ગામ  સમસ્ત તા.૩૦/૭/૭૩ થી ૯/૮/૭૩ સુધી અને ૮પમી રામકથા વેરાવળ ગામ સમસ્ત ર૦/૭/૭૪ થી ૬/૮/૭૪, ૧૦૮મી કથા વેરાવળ ગામ સમસ્ત ૮/૮/૭પ થી તા.૩/૯/૭પ, ૧૩ર મી કથા વેરાવળ ગામ સમસ્ત તા.૧૧/૮/૭૬ થી ર૪/૮/૭૬ લોહાણા મહાજન વાડી-વેરાવળ ૧૭૬મી વેરાવળ રામ નિવાસ ધર્મશાળા રર/૮/૭૮ થી ૩૧/૮/૭૮, ર૦૦ મી  રામપારાયણ સમિતિ-વેરાવળ કથા ૮/૮/૭૯ થી રર/૮/૭૯, ર૧૧ મી કથા શ્રી અમૃતગીરીજીબાપુ-ભીડભંજન મંદિર સોમનાથ તા.૧૭/ર/૮૦ થી રપ/ર/૮૦ પ૪૬ મી કથા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર પટાંગણમાં તા.રપ/૧૦/૯૯ થી તા.ર/૧૧/૯૯ સોમનાથના ગોલોકધામ ખાતે ૭૦ર મી કથા પત્રકારો દ્વારા આયોજીત રામકથા તા. ૮/૧૦/ર૦૧૧ થી ૧૬/૧૦/ર૦૧૧ અને ૮પ૯ મી રામકથા સોમનાથ રામમંદિરથી તા.૮/પ/ર૦ર૧ થી તા.૧૬ મે ર૦ર૧ સુધી કથામાં કોઇ શ્રોતાઓને પ્રવેશ નહીં પરંતુ આસ્થા ચેનલ ઉપર તેનું લાઇવ પ્રસારણ તા. ૮ મે સાંજના ૪ થી ૭ અને ૯ મેથી ૧૬ મે સવારે ૧૦ થી ૧ કોવિડ નિયમનને કારણે પ્રવેશ તો નહી પરંતુ ચિત્રકુટધામની યુ ટયુબ ઉપર પણ પ્રસારણ થશે.

(11:57 am IST)