Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ધોરાજીની કોરોના હોસ્પિટલ ખાતે આધુનિક ઓકિસજન પ્લાન્ટની કામગીરીનો પ્રારંભ

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,તા. ૮: ધોરાજી પંથકમાં કોરોનાની બીજી લહેરમાં સકમણ વધતા લોકો હેરાન પરેશાન થઈ ગયા છે કોરોના પોઝીટીવ દર્દીઓની સારવાર કરતી ખાનગી સરકારી હોસ્પિટલમાં બેડો ફૂલ થઇ ગયા હતા લોકો ઓકસીજન ઈન્જેકશન દવાઓ લેવા માટે દોડધામ કરી હતી.

રાજય સરકાર દ્વારા ધોરાજી સબ ડિસ્ટીક સિવીલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટર શરૂ કરાયૂ હતું. સરકારની આરોગ્ય ટીમ દ્વારા સિવીલ હોસ્પિટલની મુલાકાતે આવી હતી.

ધોરાજી સરકારી હોસ્પિટલમાં ઓકિસજન પ્લાન્ટ ની શરૂઆતની કામગીરી બાબતે રાજય સરકારની ટીમ ધોરાજી ખાતે નિરીક્ષણ કરવા આવતા અને રાજય સરકારે તાત્કાલિક અસરથી ધોરાજીમાં મંજૂર કરાવતા રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ મનસુખભાઈ મનસુખ ભાઈ ખાચરીયા મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનીષભાઈ જાગેલા મહામંત્રી મનસુખભાઈ રામાણી જિલ્લા મંત્રી હરસુખભાઈ ટોપીયા જિલ્લા મહામંત્રી(ઓબીસી) કિશોરભાઈ રાઠોડ તેમજ ધોરાજી શહેર ભાજપ અગ્રણી વી ડી પટેલ શહેર પ્રમુખ વિનુભાઈ માથુકિયા મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંટોલિયા કાર્યાલય મંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા વિગેરે રાજય સરકાર ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા હતા.

(11:55 am IST)