Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

દ્વારકાના રૂપેણ બંદરમાં યુવક ઉપર ચાર શખ્સોનો હુમલો

ગટરનું પાણી ફળીયામાં થઇને આવતું હોવાથી બોલાચાલી બાદ મામલો બિચકયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૮: દ્વારકાના રૂપેણબંદરના શાંતિનગર વિસ્તારમાં રહેતો અયુબ મુસા ભેસલીયા (ઉ.વ. ર૬) નામના યુવક ઉપર આદમ જુસા લુચાણી, જીલાણી આદમ, હુશેદ આદમ અને આદમભાઇનો છોકરો મળીને પાઇપ વડે માર મારી ઇજા પહોંચાડયાંની દ્વારકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ફરીયાદી અયુબ અને આરોપીઓ બાજુ બાજુમાં રહેતાં હોય રહેણાંક મકાનનું ગટરનું પાણી ફળીયામાંથી થઇ દરવાજા તરફ આવતું હોવાથી ફરીયાદી અયુબ અને તેમના પત્ની હલીમાબેન આરોપીઓને આ બાબતે કહેવા જતાં શખ્સો ઉશ્કેરાયા હતાં અને હુમલો કર્યો હોવાનું ખુલ્યું છે. વધુ તપાસ હાથ ધરી છે.

ભાણવડની પરિણીતાને જામનગર સ્થિત પતિનો ત્રાસ

ભાણવડના ખરાવાડ વિસ્તારમાં માવતરના ઘરે રહેતી મીરાબેન મોહનભાઇ રાઠોડ (ઉ.વ. ૩ર) નામની દલવાડી પરિણીતાએ જામનગરના ગોકુલનગરમાં રહેતા પતિ મોહન પ્રાગજીભાઇ રાઠોડ સામે મહિલા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, તેણીના લગ્ન થયાને સાતેક માસ દરમિયાન પતિ શારીરિક માનસિક ત્રાસ આપી ગાળો કાઢી ઢીકા પાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકીઅ ાપતાં હાલ તે ભાણવડ માવતરના ઘરે આવતી રહેલ છે. ફરીયાદ પરથી પોલીસે પતિ મોહન રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં દારૂ સાથે ઝબ્બે

દ્વારકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો એ સમયે એરફોર્સ સ્ટેશનની સામે આવેલા દરિયા કાંઠેથી પસાર થતાં શખ્સને રોકી તલાશી લેતાં તેમની પાસેથી ઇંગ્લીશ દારૂની બોટલ નંગ ૧ મળી આવતાં પોલીસે કબ્જે કરી પ્રવિણ અરજણ નકુમ રહે. રેવતાપાડો આનંદ ચોક વાળાને ઝડપી લઇ તેમની વિરૂધ્ધ ગુનો નોંધી વધુ પુછપરછ હાથ ધરી છે.

(11:53 am IST)