Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ધોરાજીમાં કોરોનાના દર્દીને હોમ આઇસોલેસનની સુવિધા આપવા બાબતે BJPના મહિલા કાર્યકર ઉપર હુમલો કરનાર બીજો આરોપી ઝબ્બે

મહિલા સુરક્ષા સમિતિ ગાંધીનગર ના ડાયરેકટર સુનેરાબેન ઘાંચી ઉપર બે શખ્સોએ કર્યો હતો હુમલો જેમાં પુત્ર ઝડપાઈ ગયો પિતા પણ ઝડપાઈ ગયો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૮: ધોરાજી ભાજપની મહિલા અગ્રણી અને મહિલા સુરક્ષા સમિતિ ગાંધીનગરમાં ડાયરેકટર સુનેરાબેન ઘાંચી ઉપર ધોરાજીના બે શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરતા ગંભીર હાલતમાં પ્રથમ ધોરાજી ત્યાંથી વધુ સારવાર અર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ગણતરીની કલાકમાં છે પુત્રને ઝડપી લીધો હતો જયારે પિતા નાસી ગયો બાદ જેને પણ પોલીસે દબોચી લીધો હતો.

સુનેરાબેન મકબુલભાઈ દ્યાંચી ના મામા યુસુફભાઈ સોલંકી જેવો મેંદરડા રહે છે તેઓ કોરોના પોઝિટિવ હોય અને ઓકિસજનનો પ્રોબ્લેમ હોય તેથી તેમને ધોરાજી લાવેલ અને ધોરાજીના રાખોલીયા ચોક પાસે તેમના બાનું જૂનું મકાન બંધ હોય જે મકાન ખોલી તેમાં રાખવાના હતા પરંતુ સામેવાળા સલીમ ગફાર લુલાણીયા અને તેનો પુત્ર તોશીક સલીમ લુલાણીયા બંને ઉશ્કેરાઇ જઇ મકાન આપવાની ના પાડી દેતા મામલો બિચકયો હતો અને મકાન બાબતે હું ધોરાજી પોલીસ સ્ટેશનમાં જઈશ તેવું જણાવતા તોસીક સલીમ લુલાણીયા ઉશ્કેરાઈ જઈ સુનેરાબેન ના માથા ઉપર લોખંડનો પાઈપ મારી જાનથી મારી નાખવાની ધમકી આપી છરી બતાવેલ જે બાબતે એકબીજાને મદદગારી કરતા સુનેરાબેન ને ગંભીર ઈજા પહોંચી હતી.

ઉપરોકત બનાવ અંગે ઇન્સ્પેકટર હુકુમતસિંહ જાડેજા બંને પિતા-પુત્ર વિરુદ્ઘ ipc કલમ ૩૨૪, ૩૨૩, ૨૯૪ ,૫૦૬,(૨) ૧૧૪ જી પી એકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી જેની તપાસ ભીમભાઈ ગંભીરે હાથ ધરી હતી.

ભાજપ મહિલા ઉપર હુમલો કરનાર પિતા-પુત્રમાંથી પ્રથમ તોશિકને ગણતરીની કલાકમાં ઝડપી લીધો હતો જયારે આરોપીના પિતા નાસી ગયો હતો સલીમ લુલાણીયાને પણ ઝડપી લીધો હતો.

(11:50 am IST)