Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સુત્રાપાડામાં ભાજપના ધરણા

સુત્રાપાડા : પશ્યિમ બંગાળની તાજેતરની ચૂંટણીના પરિણામ બાદ તુણમુલ કોંગ્રેસ એટલે કે ટીએમસી ના કાર્યકર્તાઓ તથા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ ઉપર હુમલા અને હત્યા સુધીના બનાવ બનેલ છે જેના અનુસંધાને આજરોજ સુત્રાપાડા શહેર અને તાલુકા મંડળ દ્વારા ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં સોમનાથ જીલ્લા મહામંત્રી વજુભાઈ વાજા તથા સુત્રાપાડા તાલુકા માર્કેટીંગ યાર્ડ ચેરમેન દિલીપભાઈ બારડ  સુત્રાપાડા તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનભાઈ બારડ સુત્રાપાડા શહેર ભાજપ પ્રમુખ દિપકભાઈ કાછેલા સુત્રાપાડા શહેર મહામંત્રી અનિલભાઈ /ચેતનભાઈ ઉપપ્રમુખ ભરતભાઈ બારડ જીએચસીએલ ભારતીય મજદૂર સંદ્ય સુત્રાપાડા પ્રમુખ જેસિંગ બારડ હાજર રહ્યા હતા.

(11:46 am IST)