Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હળવદના ટોકર ગામે ઘાસ ભરેલ ટ્રકમાં અચાનક આગ ભભૂકી

ગ્રામલોકોએ ટ્રકમાંથી ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ને ટ્રક માંથી બહાર કાઢ્યા

 

મોરબી જિલ્લાના હળવદ પાસે આવેલ ટીકર ગામે ઘાસ ભરેલા ટ્રકમાં આગ લાગી હતી  જે દ્રશ્ય ગામમાં હાજર યુવકે પોતાન મોબાઇલ કેમેરામા કેદ કરી લીધા હતા. દ્રશ્યમાં સ્પષ્ટ પણે જોઇ શકાય છે કે ટ્રકના પાછળના ભાગમાં ઘાસ ભરેલ છે. જેમાં વ્યાપક પ્રમાણમાં આગ લાગી છે. તેમ છતાં જીવના જોખમે ડ્રાઇવર ગામની બહાર લઈ જાય છે.

 ગામમાં અન્ય કોઈ જગ્યાએ આગજની નો બનાવ બને માટે ટ્રકને ગામની પાસે આવેલ નદીમાં લઈ જવાયો હતો. તકે ગ્રામજનો દ્વારા ટ્રકમાંથી ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ ને ટ્રક માંથી બહાર કાઢ્યા હતા. જો કે આગજનીના બનાવને કારણે બંનેને ઇજા પહોંચી હતી. જેથી સારવાર અર્થે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(12:52 am IST)