Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ઉનાના નાથળમાં વાડી વિસ્તારમાં જાજરૂ કરવા ગયેલ ખેતમજુર પર દીપડાનો અચાનક હુમલો

બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા :ઈજાગ્રસ્ત ખેતમજૂરને હોસ્પિટલે ખસેડાયો

 

ઉના પંથકમાં કુદરતી હાજતે ગયેલ એક ખેતમજુર પર દીપડાએ અચાનક હુમલો કરતા ઘાયલ થયલે ખેત મજૂરને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો છે

  અંગે મળતી વિગત મુજબ  ઉના-કેસરિયા વચ્ચે આવેલા નાથળ ગામના ભાણાભાઈ બાબુભાઇ બાંભણીયા નામનો યુવાન ખેત મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ભાણાભાઇ  વહેલી સવારે પોતાના ઘરેથી તેમના ગામના એક ખેડૂતને ત્યાં મજૂરી માટે ગયો હતો.
તેઓ વાડીએ પહોંચતા ભાણાભાઈને પેટમાં તકલિફ હોવાને કારણે વાડી વિસ્તારમાં જાજરું કરવા જતા અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. પણ સદ્ભાગ્યે ભાણાએ બુમો પડતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. નાથળ ગામના ભાણાભાઈને દીપડાથી છોડાવી તાત્કાલિક ઉના શહેર ખાતે સારવાર અર્થે ખસેડાયો હતા.

(12:00 am IST)