Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જૂનાગઢ જિલ્લામાં પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા તંત્ર સજ્જ

ગ્રામ્ય વિસ્તારમાં પાણીની તંગીને પહોંચી વળવા પાણીની વિતરણ વ્યવસ્થાને સંગીન બનાવવા મંત્રી જયેશભાઇ રાદડીયાએ અધિકારીઓને આપી સુચના

જૂનાગઢ, તા.૮: જૂનાગઢ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાનાં આકરા તાપમાં પીવાના પાણીની મુશ્કેલીને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયુ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં લોકોની પીવાનાં પાણીની વ્યવસ્થાઓ અને તેમાં અસરકારક અમલીકરણ બાબતે જૂનાગઢ જિલ્લા પ્રભારીમંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાની અધ્યક્ષતામાં અને મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાની ઉપસ્થિતીમાં જૂનાગઢ જિલ્લાનાં વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઇ હતી. બેઠકમાં મંત્રીશ્રી રાદડીયાએ જૂનાગઢ જિલ્લામાં પેયજળ આપુર્તિ વ્યવસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. આ તકે મંત્રીશ્રીએ પાણી વિતરણ વ્યવસ્થા સાથે સંકળાયેલ અધિકારીઓને સંબોધતા જણાવ્યુ હતુ કે ઉનાળાના આકરા તાપમાં લોકોને પાણીની મુશ્કેલીના પડે અને જરૂરીયાત મુજબ જળ વિતરણ કરી શકાય તે દીશામાં પત્રકનાં આંકડાની બહાર આવી વાસ્તવીકતાઓને નીરખીને કામ કરવા જણાવ્યુ હતુ. આ તકે જૂનાગઢ જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થાની જાણકારી આપતા કાર્યપાલક ઈજનેરશ્રી ડી.એમ.સીંધલ અને એ.એચ. મલીકે માહિતી રજુ કરતા જણાવ્યુ હતુ કે જૂનાગઢ જિલ્લામાં હાલ તમામ ૫૧૮ ગામો પૈકી જરૂરીયાત મુજબ જળ વિતરણ વ્યવસ્થા સંતોષકારક કાર્યાન્વીત છે.  જુથ યોજનામાં ૪૫૮ ગામો માંથી ૨૮૫ પાણી મેળવી રહ્યા છે. જૂથ યોજના ઉપરાંત સ્થાનિક સોર્સમાંથી પાણી પ્રાપ્ત કરતા હલય તેવા ૧૭૩ ગામલ છે. જયારે જિલ્લામાં ૬૦ ગામોમાં સ્વતંત્ર પાણી પુરવઠા યોજના કાર્યરત છે. જિલ્લામાં એક પણ ગામને હજુ ટેકન્કરની આવશ્યકતા ઉભી થવા દીધી નથી.  જૂનાગઢ જિલ્લાના શહેરી વિસ્તારો કેશોદ, ચોરવાડ, માણાવદર, માંગરોળ અને બાંટવા આમ છ નગરપાલીકાઓ વિસ્તારમાં જરૂરીયાતને ધ્યાને લઇ પુરતુ પાણી આપવામાં આવી રહ્યુ છે. નર્મદા પાઇપ લાઇન ભેસાણ ઓવરહેડ ટેંક પર ૧૨ એમ.એલડી. અને ઓઝત -૨ પર ૩૮ એમ.એલ.ડી. મળીને મેળવવામાં આવતો પાણીનો જથ્થો ૫૦ એમએલ.ડી છે. જૂનાગઢ જિલ્લાનાં જૂનાગઢ, વિસાવદર અને વંથલી શહેરો પોતાની ક્ષેત્રીય વ્યવસ્થા પ્રમાણે જળવિતરણ કરી રહ્યા છે.

પીવાના પાણીની વ્યવસ્થા માટે જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિ કાર્યરત છે. જે ગ્રામ્ય કે શહેરી વિસ્તારોમાં પાણીની અછતને પહોંચી વળવા તાત્કાલિક નિર્ણય લઇ જરૂરીયાત મુજબ પાણીની આવશ્કયતાઓને સંતોષવા સહિત દ્યટતા તમામ પગલા લઇ ઉનાળામાં કોઇપણ ગામમાં પીવાના પાણીની મુશકેલીના રહે તેની તકેદારી રાખવામાં મંત્રીશ્રી રાદડીયાએ સંબ;ધકર્તા અધીકારીઓને સુચનાઓ આપી હતી.આ બેઠકમાં સિંચાઇ વિભાગનાં કાર્યપાલક ઈજનેરશ્રી પટેલ, શ્રી વ્યાસ, વાસ્મોનાં શ્રીવીવી.કારીયા સહિત જૂનાગઢ મહાનગરપાલીકાનાં અલ્પેશ ચાવડા, શ્રી ચુડાસમા સહિત અધીકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(1:52 pm IST)