Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ખંભાળીયામાં પરશુરામ ભગવાનની જન્મ જયંતિની ઉજવણી

ખંભાળીયાઃ પરશુરામ જયંતિ નિમિતે સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદ તથા જિલ્લાના હોદેદારોએ પાજીરામ તથા તેમના પિતા જમદગ્નીની કર્મભૂમિ એવા રાવી મુકામે મહાદેવના મંદિર આવેલ છે ત્યાં શાસ્ત્રોકત રીતે પુજન અર્ચન તથા આરતી કરી હતી. રાણ ગામ પાસે રેણુંકા નદી અને ઘાટ આવેલો છે. ત્યાં પુજન અર્ચન તથા શાસ્ત્રોકત વિધિથી પુજા કરવામાં આવી હતી તથા આરતી કરાઇ હતી. આ કાર્યક્રમમાં દ્વારકા જિલ્લા સમસ્ત બ્રહ્મ વિકાસ પરિષદના પ્રમુખ સંદીપભાઇ ખેતીયા, ખંભાળિયા પ્રમુખ દિલીપભાઇ વ્યાસ, મહામંત્રી દિનેશભાઇ જોષી (રાજપરા આચાર્ય) આઇ.ટી. કન્વીનર મુકેશભાઇ મોકરીયા, નીરવભાઇ રાવળ, ભાવેશભાઇ દવે. વિ. જોડાયા હતા.  રાણની રેણુકા નદી સિંદુરીયા પાલી માટે પ્રખ્યાત છે તથા અહીજ જમદગ્ની ઋષિ ભોંયરામાં તપ કરતા હતા.વારણી ચોક પાસે ઔદિચ્ય બ્રહ્મ પરિવાર દ્વારા તેમના ઘરમં પરશુરામ ભગવાનની સ્થાપના કરીને નિયમિત પુજન થતું હોય ગઇકાલે પરશુરામ જયંતિના દિને સવારથીજ આ મંદિરે પણ ભાવિકો ઉમટયા હતા. પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ તથા શહેર ભાજપ યુવા પ્રમુખ અમિતભાઇ શુકલએ પુજન અર્ચન તથા આરતી કરી હતી. બ્રહ્મ અગ્રણીઓ મુકેશભાઇ જાની, સંજયભાઇ થાનકી, બ્રહ્મ સમાજ પ્રમુખ દિનેશભાઇ જોષી, મહામંત્રી નીતીનભાઇ ઠાકર વિ. પણ દર્શન પુજા માટે આવ્યા હતા શોભાયાત્રામાં  શણાગારેલી કુહાડી  સાથે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા તો ડી. જે.ની ધમધમાટી સાથે યુવાનો મનભરીને  આ શોભાયાત્રાની મોજ લેવા જોડાયા હતા તથા વિવિધ બ્રહ્મ સમાજ તથા ગામના આગેવાનો દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું તથા પરશુરામના દર્શન કરાયા હતાં. શોભાયાત્રાનું સ્વાગત ભાજપ શહેર પ્રમુખ મનુભાઇ મોટાણી યુવા પૂર્વ જિલ્લા પ્રમુખ ઇન્દ્રજીતસિંહ પરમાર તથા અન્યો એ પણ કર્યુ હતું. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મોહનભાઇ મોકરીયા, પ્રમુખ દિનેશભાઇ જોશી, પ્રાંત અધિકારીશ્રી ડી. સી. જોશી, પીઢ બ્રહ્મ અગ્રણીઓ જે. કે. જોશી, મથુરભાઇ જોશી, દિલીપભાઇ વ્યાસ, કિરીટભાઇ ખેતીયા, મનીસાબેન ત્રિવેદી, કીર્તિદાબેન ઉપાધયાય, નિકુંજભાઇ વ્યાસ, શહેર પ્રમુખ જીતુભાઇ મહેતા, ચેતનભાઇ જોશી, નીતિનભાઇ આચાર્ય, તુષારભાઇ ત્રિવેદી, અમિતભાઇ શુકલ, પાલિકા પ્રમુખ શ્વેતાબેન શુકલ, દીપ યોગેશભાઇ આચાર્ય, ઝીલ નીતિનભાઇ આચાર્ય, સંજયભાઇ થાનકી, મહેન્દ્રભાઇ જોશી વિ. જોડાયા હતાં. બ્રહ્મ વિકાસ પરિષદના  અગ્રણીઓ જિલ્લા પ્રમુખ સંદીપભાઇ ખેતીયા, દિલીપભાઇ વ્યાસ, દિનેશભાઇ જોશી (રાજપરા શાળાવાળા) વિ. પણ જોડાયા હતાં. તથા મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા હતાં. (તસ્વીર - અહેવાલ : કૌશલ  સવજાણી -ખંભાળીયા)

(1:49 pm IST)