Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સાવરકુંડલામાં પિસ્તોલ સાથે ઝડપાયો

સાવરકુંડલા : રૂરલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ગીરધરવાવ વિસ્તારમાં હકીકત મળેલ કે લવ ટેકરીની પાછળના ભાગે રૂસ્તમભાઇ હબીબભાઇ પઠાણ ઉ.વ. ૪૨, ધંધો ડ્રાઇવીંગ રહે. સમરણ, તા. સાવરકુંડલાવાળો તે એક હાથ બનાવટની પિસ્ટલ (હથીયાર) કિં. રૂા ૨૦૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી અને તેના વિરૂધ્ધ આર્મ્સ એકટતળેગુન્હો દાખલ કરી આપોતી તથા મુદામાલ ને વધુ તપાસ અર્થે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ને સોંપી આપેલ છે.

ઉપરોકત પકડાયેલ આરોપી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. પ્રોહી ગુ.ર.નં. ૧૧૩/૧૯ પ્રોહી એકટ કલમ ૬૫-એ, ૮૧,૯૮(ર) મુજબના ગુન્હાના કામે નાસતો ફરતો હતો, તેમજ ભુતકાળમાં પણ અનેક ગુન્હા કરેલ અને જેલમાં સજા કાપેલ છે.

આમ અમરેલી એસ.ઓ.જી. પી.એસ.આઇ. આર.કે. કરમટા તથા ટીમ ને પિસ્ટલ સાથે જેને પ્રોહિબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(1:47 pm IST)