Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમરેલી જીલ્લામાંથી ૨૦ શખ્સો એક સાથે તડીપાર

ધારીના સેમરડી-દલખાણીયા વિસ્તારમાં અનેક ગુન્હા આચરનાર ગેંગ સામે પોલીસની કાર્યવાહી

અમરેલી તા.૮: જુદા-જુદા ગુન્હામાં સંડોવાયેલ અમરેલી જીલ્લાના ધારી તાલુકાના સેમરડી અને દલખાણીયા વિસ્તારમાં ૨૦ શખ્સોને એક સાથે તડીપાર કરી દેવાતા ગુન્હે ગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જીલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ શરીર-સંબંધી ગુન્હાઓ તથા વન વિભાગને લગતા ગુન્હાઓ તથા ગેરકાયદેસર હથિયારો રાખવા તથા ગેર કાયદેસર લાયન શો કરાવવાની ટેવ વાળા અને ઘાતક હથિયારો સાથે નિર્દોષ નાગરીકોને દાદાગીરી, ધાકધમકી આપી ઇજાઓ કરી જાહેર વ્યવસ્થા ખોરવતા અને ભયનું સામ્રાજય ફેલાવી આંતક મચાવતાં માથાભારે ઇસમો સામે પાસા-તડીપાર જેવા સખ્ત પગલા લઇ ગુન્હેગારોને કાયદાનું ભાન થાય અને આમ જનતા નિર્ભયપણે જીવી શકે તે માટે પાસા-તડીપારના પ્રવર્તમાન કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવા સુચના આપી હતી.

જે અનુસંધાને અમરેલી એલ.સી.બી.ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. ડી.કે.વાઘેલાએ આવા શખ્સો વિરૂધ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, હૃદપારી દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીનાઓ મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી અમરેલીનાઓ તરફ મોકલી આપતા આવા ભયજનક વ્યકિતઓની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતા અમરેલી જીલ્લા મેજીસ્ટ્રેટ આયુષ ઓકે જુનાગઢ જીલ્લાના તથા ગીર સોમનાથ જીલ્લાના ગીર જંગલ વિસ્તારને અડીને આવેલા ઉના, ગીરગઢડા, વેરાવળ, કોડીનાર, તાલાળા, વિસાવદર, મેંદરડા, માળીયા હાટીના, સુત્રાપાડા તાલુકા સહીત અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ જીલ્લામાંથી તમામ ઇસમોને હદપાર કરતો હુકમ કરવામાં આવેલ છે.

જેમાં (૧)કાળુ બારાન બ્લોચ (૨)બારાન ઉમર બ્લોટ (૩)જાફર બારાન બ્લોચ (૪)સીકંદર બારાન બ્લોચ (૫)જુમ્મા ગમશાદ બ્લોચ (૬)અશરફ ફતુ બ્લોચ (૭)મહમંદ ગુલ્ફુ મકરાણી  (૮)દોસ્તુ ગુલ્ફુ મકરરાણી (૯)બોદુ દોસ્તુ મકવાણી (૧૦)હુસેન જહાગીર બ્લોચ (૧૧)જહાંગીર અલારખા મકરાણી (૧૨)અજીત મહંમદ બ્લોચ (૧૩)નુરૂ દોસ્તમહંમદ મકરાણી (૧૪) હાજી મહંમદ મકરાણી (૧૫)હેદર મહંમદ મકરાણી (૧૬)ઇકબાલ મહંમદ બ્લોચ (૧૭)રહીમ મહંમદ બ્લોચ (૧૮)શબ્બીર જમાલ બ્લોચ (૧૯)યારૂમ ઉમર બ્લોચ રહે.તમામ સેમરડી તા-ધારી (૨૦)કાદરીયો ઉર્ફે પહાડીયો આદમભાઇ બ્લોચ રહે. દલખાણીયા તા-ધારી જી.અમરેલી તડીપાર કરાયા છે.

આ ઉપરોકત ઇસમો જ્યારે જ્યારે સરકારી કર્મચારીઓ પોતાની ફરજ બજાવવા માટે તેમના ગામ જતા તે વખતે કાયદેસરની ફરજમા રૂકાવટ કરી દાદાગીરી કરી પોતાનો રોફ જમાવતા હોય. આમ જનતામા ભયનો માહોલ ઉભા કરવા આવા ઇસમો વિરૂધ્ધ હદપારી તળે કાર્યવાહી કરી અમરેલી તથા ગીર સોમનાથ તથા જુનાગઢ જીલ્લામાંથી હદપાર કરી અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો સામે ચેતવણીરૂપ કામગીરી કરેલ છે.

(1:46 pm IST)