Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

આંબલા આશ્રમમાં ચા માં ઝેર પીવરાવી વૃદ્ધનું મોત નિપજાવનાર આરોપીને ૧૦ વર્ષની સજા

દંપતીને ઝેર પીવડાવી રોકડની ચોરી કરનાર તેજસ પડ્યાને 10 વર્ષની કેદ અને 5 હજારનો દંડ ફટકારતી કોર્ટ

ભાવનગર ;રાજકોટ-ભાવનગર રોડ પર આવેલ અંબાલા ગામના આશ્રમમાં દંપતીને ચા માં ઝેર આપ્યું હતું જેમાં વૃઘ્ધનું મોત  નીફયુ હતું આ ગુન્હાના આરોપીને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી છે

આ અંગેની વિગત મુજબ ત્રણ વર્ષ પૂર્વે તા.૨૪-૦૬-૧૬ના રોજ રાત્રીના સાડા આઠ થી સાડા દસ વાગ્યાના સુમારે તેજસ શાંતિલાલ પંડ્યા (રહે.સાંઇરામ સોસાયટી, જામનગર) નામના શખ્સે ભાવનગર-રાજકોટ રોડ પર આંબલા ગામે આવેલ માનગરબાપુના આશ્રમમાં પ્રવેશ કરીને બાલુબેન બળદેવગીરી ગૌસ્વામી તથા તેના પતિ બળદેવગિરિ ગૌસ્વામીને ચા માં કોઇ ઝેરી કે ઘેનયુક્ત પદાર્થ ભેળવી પીવડાવી ફરીયાદી પાસેથી અલગ અલગ દરની ચલણી નોટો કુલ રૂા.૯૨૦૦ ની ચોરી કરી તથા ચા માં ઝેરી ઘેનયુક્ત પદાર્થ ભેળવી પીવરાવી ભાનુબેનના પતિ બળદેવગિરિ ડોલરગીરી ગૌસ્વામી (ઉ.વ.૬૦) રહે. આંબલા નામના વૃદ્ધનું મોત નિપજાવી ખૂન કરેલ તથા બાલુબેનને પણ ઝેરી પદાર્થ પીવરાવી ખૂન કરવાની આરોપીએ કોશિષ કરેલ આ અંગેની પોલીસ ફરિયાદ જે તે સમયે બાલુબેને સોનગઢ પોલીસ સ્ટેશનમાં આરોપી તેજસ શાંતિલાલ પંડ્યા સામે આપતા પોલીસે ઇપીકો કલમ ૩૦૨, ૩૦૭, ૩૨૮, ૨૮૪, ૪૫૪, ૩૮૦ મુજબનો ગુન્હો નોંધ્યો હતો.

આં અંગેનો કેસ ભાવનગરના ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ શુભદ્રાબેન બક્ષીની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ વિપુલ દેવમુરારીની દલીલો મૌખિક પુરાવા ૧૭, દસ્તાવેજી પુરાવા ૩૯, વિગેરે ધ્યાને લઇ આરોપી તેજસ શાંતિલાલ પંડ્યા સામે ઇપીકો કલમ ૩૦૪(૨) અન્વયે ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.૫ હજારનો દંડ આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની સજા, ઇપીકો કલમ ૩૦૭ મુજબ ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂા. ૫ હજારનો દંડ ન ભરે તો વધુ એક માસની સજા ફટકારી હતી.

(1:56 pm IST)