Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ખંભાળીયાના ઉગમણામાં ૩પ૦૦ની વસ્તીમાં પ૦૦ બિમાર

ગંભીર રોગચાળો પ્રસરતા જામનગરથી મેડિકલ ટીમ દોડી આવીઃ સરકારી અને ખાનગી દવાખાનાઓમાં દર્દીઓની ભીડ

ખંભાળીયા તા. ૮ :.. તાલુકાનાં ઉગમણા બારા ગામે ગંભીર પ્રકારનો રોગચાળો ફેલાતા તથા ૩પ૦૦ ની વસતી વાળા આ ગામમાંથી પ૦૦ જેટલા લોકો આ રોગચાળામાં ફસાતા સમગ્ર જિલ્લામાં તથા રાજય કક્ષાએ તંત્ર દોડતું થયું છે.

ઉગમણા બારીએ દરિયા કાંઠાનું તાલુકાના વિસ્તારનું એક ગામ છે. છેલ્લા પંદર દિવસથી આ ગામમાં ભાગ્યેજ કોઇ એક ઘર ખાલી હશે કે જયાં આ રોગના દર્દીના હોય...!!  કેટલાક ઘરમાં તો આ રોગથી પીડિત ૩-૪ વ્યકિત એક જ ઘરમાં હોય તેવું પણ જોવા મળ્યું હતું જો કે આ એવો ગંભીર રોગ છે કે જાણે ચેપી રોગ હોય તેની આ રોગ ઘરમાં એકને લાગુ પડે તે પછી બીજા સભ્યોને પણ આ રોગ લાગુ પડી જાય છે.

શરૂઆતમાં તાવ આવે તથા કળતર અને શરીરના સાંધા પકડાય અને તૂટ થાય તેવી કે દર્દી ઉભો જ ના થાય....!! આ અંગે વારંવાર હોસ્પિટલે દર્દી જાય છે પણ હજુ  વાયરલ તાવ સિવાય કોઇ નિદાન થયું નથી તો આવડી મોટી સંખ્યામાં દર્દીઓ તાવના અને કળતરનો કેમ ?...

અરવિંદસિંહ વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું કે છેલ્લા દોઢ માસથી આ રોગની અસર શરૂ થઇ છે તથા આ રોગમાં સ્થિતિ એવી છેકે ખંભાળીયાની સરકારી હોસ્પિટલ માં એકને રજા આપે તો ચાર બીજા દાખલ થાય તેવી સ્થિતિ છે તથા આ રોગમાં અહીં વાટળા ચડાવીને ઇન્જેકશન અપાઇ છે તેમાં કોઇ સાજા ના થતાં છેવટે ખાનગી હોસ્પિટલોમાં જાય છે ખંભાળીયા અને આસપાસના વિસ્તારમાં રપ૦ થી વધુ દર્દીઓ તો હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. તથા એટલા વારામાં બીમાર પડેલા છે વળી આ રોગચાળો ફેલાયાની ખબર પડતા સરકારી મેડીકલ ટીમ આવેલી પણ તેમણે માત્ર ગોળીઓજ ગાળમાં આપેલી જેનાથી દર્દી સાથેના થતાં તથા ઉલટાનું મોં માં ચાંદા પડતા હોય આ ગંભીર રોગનો કોઇ ઇલાજ થતો નથી...!!

બારા ગામના રણજીતસિંહ ધીરૂભાએ જણાવ્યું હતું કે આ રોગ એટલો વ્યાપક થયો છે કે અમે ગામમાં પ્રસંગ હોય તો બહારગામથી સગા - વહાલાઓને પણ ના પાડીયે છીએ કેમ કે આ રોગ ચેપી જેવો હોય ઘરમાં એક ને થાય તે પછી બીજા લોકોને પણ થાય છે. આ અંગે અમે ખાનગી હોસ્પીટલોમાં પૈસા  ખર્ર્ચીને રીપોર્ટ કરાવ્યા પણ તેમાં પણ કંઇ બીમારી આવતી જ નથી.

સિધ્ધરાજસિંહ ખેંગારજી  રાજપૂતે જણાવ્યું કે પહેલા તાવ આવે અને પછી સાંધા પકડાઇ હાલી ચાલી ના શકાય તેવું થાય છે મારા ઘરના જ ચાર સભ્યો હોસ્પિટલમાં છે સરકારની મેડીકલ ટીમ આવેલી તેમણે કહયું કે મચ્છર તથા પાણીને કારણે ચાલુ થાય છે તો ૧૦ દિવસે પાણી આવે તે અમારે સંગ્રહ ફરજીયાત કરવો પડે છે તેને કારણે આવ્યું થતું.

હોય તો પાણી ૩/૪ દિવસે મળે તેવું તંત્રએ કરવું જોઇએ. તો અમો સંગ્રહ ઓછો કરાયે.

ગામના મહિલા વાસુબેને જણાવ્યું હતું કે મારા ઘરમાં પાંચ સભ્યો છે. પાંચેયને આ તાવ તથા આ સાંધાની બીમારી છે અને અમારી હાલત ખરાબ છે.

એક દોઢ પાસથી આ બારા ગામમાં તાવ તથા સાંધના પકડાઇ જવાનો વ્યાપક રોગ થયો હોવા છતાં તંત્ર હજુ નિદાન પણ ના કરી શકતું હોય પત્રકારોની ટીમ દ્વારા ગઇકાલે ગામની મુલાકાત લેતા ગ્રામજનોએ કડક શબ્દોમાં જણાવ્યું હતું કે, જો તંત્ર તાકીદે પગલા નહીં લે અને આ રોગનું નિદાન અને સારવાર માટે પગલા નહીં લે તો અમે ઉગ્ર આંદોલન છેક ગાંધીનગર સુધી કરશું. ગઇકાલે ખંભાળીયાના કિશાન કોંગ્રેસ ગુજરાતના પાલભાઇ આંબલીયા, દેવુભાઇ ગઢવી વિ. દોડી ગયા હતા તથા ગ્રામજનોની પણ અંતર પૂછીને તંત્રને ઉગ્ર ફરીયાદો કરી હતી.

બારા ગામની આ ઘટના અંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બંસલનો સંપર્ક કરતા તેમણે જણાવેલ કે કેટલાક દિવસથી બારા ગામમાં આ રોગ સંદર્ભે વારંવાર ચેકીંગ તથા મેડીકલ ટીમ કોલી હતી તથા જિલ્લા અધિકારી તથા તેમની ટીમો દ્વારા પણ વારંવાર મુલાકાતો તથા મેડીકલ ચેકીંગ કરવામાં આવ્યું હતું તથા આ અંગે પાણી માટે શંકા પડતા પાણીની ટાંકીઓ ટેન્ક તથા ટાંકા પણ સાફ કરાવાયા હતા, પરંતુ આમ છતાં આ રોગ હજુ ના મટતા આજે જામનગરની જી.જી. હોસ્પિટલની ખાસ ટીમ આવશે તથા ઉગમણા બારામાં સંપૂર્ણ મેડીકલ ચેકઅપ તથા વિવિધ તપાસ કરીને આ અંગે કાર્યવાહી કરવામાં આવશે.

દેશી ભાખામાં તાવ આવે અને ભયંકર કળતર અને તૂટ થાય સાંધા પકડાઇ જાય તેવી બાબતને ચીકનગુનિયા રોગ કહેવાય છે. જેમાં દેશી દવાથી ઇલાજ થાય છે. અગાઉ સલાયા તથા દરિયાઇકાંઠાના ગામોમાં મોટા પાયે આ રોગ આવ્યો હતો. પાણી પ્રદુષીત પાણીથી આ રોગ ફેલાતો હતો તેવું તે વખતે ભારણ નીકળ્યું જે પછી વર્ષો થઇ ફરી સામૂહિક રીતે લકોોઆ રોગનો ભોગ બની રહ્યા છે.

ખંભાળીયા તાલુકાના જ વતની રાજયમંત્રી હકુભા જાડેજાને ઉગમણા બારીની આ રોચાળાની જાણ જતાં તેમણે રાજયકક્ષાએથી આરોગ્ય વિભાગને તાકીદે આ રોગની ગંભીરતા દાખવીને તપાસ કરી યોગ્ય પગલા તથા ટીમો મોકલી તપાસ તથા સારવારની તાર્કીદ કરી છે.

(11:57 am IST)