Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જુનાગઢમાં આઇપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા ૭ શખ્સોની ધરપકડ

એસઓજીની કાર્યવાહીમાં રૂ. ૮૧ર૬પનો મુદામાલ કબ્જે

 જુનાગઢ, તા., ૮: આઇજીપી સુભાષ ત્રિવેદી અને એસપી સૌરભ સિંઘની સુચનાથી જુનાગઢ શહેર જીલ્લા પોલીસે અસામાજીક પ્રવૃતી ડામી દેવા ઝુંબેશ હાથ ધરી છે.

આ દરમ્યાન જુનાગઢમાં આઝાદ ચોક સ્થિત પોસ્ટ ઓફીસની બાજુમાં વૃજ વલ્લભ ચેમ્બરમાં ઓફીસ ધરાવતા સાગર મહેશભાઇ લાઠીગરા સોની નામનો શખ્સ તેની ઓફીસમાં આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટની મેચ પર સટ્ટો જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ગત રાત્રે એસઓજીના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.વાળાના માર્ગદર્શન નીચે જમાદાર એમ.વી.કુવાડીયા તથા રાજુ વ્યાસ વગેરેએ ગત રાત્રે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે સાગર લાઠીગરા ઉપરાંત પંકજ ઉર્ફે પપ્પુ કાંતીલાલ, જીગર પુષ્કરાય ગઢીયા, વિપુલ ચુનીલાલ પોપટ, નૌશાદ મહમદ હુસેન પીરવાણી, વિજય જગદીશભાઇ ગૌસ્વામી અને હિતેશ જેઠસુરભાઇ બસીયાને મોબાઇલ પર ક્રિકેટ સટ્ટો રમતા ઝડપી લીધા હતા.

આ કાર્યવાહી દરમ્યાન પાંચ શખ્સો નાસી ગયા હતા. એસઓજીના કાફલાએ સ્થળ પરથી રોકડ, મોટર સાયકલ અને મોબાઇલ ફોન સહીત રૂ. ૮૧ર૬પનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. (૪.૩)

(11:54 am IST)