Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હળવદના કડિયાણા ગામે કુવામાં બે ગાય પડી જતા રેસ્કયૂ બાદ એકનો બચાવ એકનું મોત

વઢવાણ તા. ૮: હળવદ તાલુકાના કડીયાણા ગામે તળાવ પાસે આવેલ કુવામાં સવારે દસ વાગ્યાની આજુબાજુએ બે ગાય કુવામાં પડી ગઇ'તી જેેની જાણ જીવદયા પ્રેમી વિશાલભાઇ ત્રિવેદી તથા તાત્કાલિક ચારથી પાંચ જીવદયા પ્રેમીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા જયાં ત્રણ કલાકના રેસ્કયૂ ઓપરેશન બાદ બંને અબોલ જીવોને કેન દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ પાણી પી જવાના કારણે એક ગાયનું મોત થયું હતું જયારે એક ગાયને બચાવી લેવામાં આવી હતી સમગ્ર રેસ્કયુ ઓપરેશનમાં જીવદયાપ્રેમી વિશાલભાઇ ત્રિવેદી ભરવાડ જગમાલભાઇ કરસનભાઇ ભરવાડ હરજીભાઇ સરપંચ, દુદાભાઇ તથા અન્ય જીવદયા પ્રેમીએ ભારે જહેમત બાદ ગાયોને બચાવી હતી પરંતુ એક ગાયનું મોત થયું હતું. જેના કારણે નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

(11:53 am IST)