Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભાણવડઃ દેવામાં ડુબેલા રાણપરના આધેડનો આપઘાત

ધંધામાં ખોટ આવતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાયા બાદ ભરેલું પગલુ

ભાણવડ તા. ૮ : તાલુકાના રાણપર ગામે રહેતા બાબુભાઇ ઇશાભાઇ મલેક (ઉ.પ૮) નામના આધેડે એકાદ વર્ષ પહેલા કપાસ લે-વેચનો વ્યવસાય શરૂ કરેલ જેમાં જંગી ખોટ આવી હતી અને કરજમાં આવી જતાં વ્યાજખોરો પાસેથી વ્યાજે નાણા લેવાની ફરજ પડી હતી. પરંતુ સમયસર વ્યાજની ચુકવણી કરી શકતા ન હોઇ વ્યાજખોરોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા દબાણને કારણે બાબુભાઇએ ગળેફાંસો ખાઇને મોત મીઠુ કરી લીધુ હતું. બનાવ અંગે મૃતકના પુત્ર શરાફતે પોલીસમાં જાણ કરતા ભાણવડ પોલીસે અ.મોત સી.આર.પી.કલમ-૧૭૪ મુજબ નોંધ કરી તપાસ હાથ ધરી છે. બનાવ અંગે ભાણવડ પી.એસ.આઇ. વાય.જી. મકવાણા ચલાવી રહ્યા છ.ે

મૃતકના પરીવારજનોની શંકાના આધારે પોલીસ કેટલાક વ્યાજખોરો અંગે ઉડાણપૂર્વક તપાસ તેમજ પુરાવા એકત્રિત કરી રહી હોવાનું પી.એસ.આઇ. વાય.જી.મકવાણાએ જણોલ છે.

(11:49 am IST)