Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જામનગરમાં રોડ અકસ્માતને નોતરૂ આપતા પાણીની પાઈપલાઈનના વાલ્વના ઉંચા - નીચા ઢાંકણા

અકસ્માતો ઘટાડવા ટ્રાફીક સલાહકાર સમિતિના નટુભાઈ ત્રિવેદી દ્વારા વિવિધ સુચનો

જામનગર, તા. ૮ : વી.વી. ત્રિવેદી ચેરી. ટ્રસ્ટના પ્રમુખ અને પૂર્વ કમાન્ડર હેડ લેફટી પેટ્રોલ યુનિટ જામનગર તેમજ પૂર્વ સભ્ય જિલ્લા ટ્રાફીક સલાહકાર સમિતિના નટુભાઈ ત્રિવેદીને અકસ્માતો ઘટાડવા વિવિધ સુચનો માટે આમંત્રણ મળતા કમ્મર કસી છે.

નગરપાલિકાના સંબંધિત વિભાગના એન્જીનિયરો સાથે ચર્ચા કરી નગરભ્રમણ કરી અકસ્માત સર્જતા પોઈન્ટની મુલાકાતની તસ્વીરો લીધી હતી.

સ્મશાન પાસે સ્કુલ ચોકમાં પૂર્વે પોલીસચોકી દૂર કરી હતી તે જગ્યા પરનો ત્રિકોણ કાઢી નાખી માત્ર રાઉન્ડ સેઈફમાં ટ્રાફીક પોઈન્ટ બનાવવો તેમજ ગુરૂદ્વારાથી અંબર ચોકડી આવતા મવાનગર બેન્ક પાસેના પાણીની લાઈનના વાલ્વના ઢાંકણા ઉચા - નીચા હોઈ અવાજથી અકસ્માતો થાય છે. અહિંની ચોક વચ્ચેની જગ્યા રોકતી ડીઝાઈન કાઢી ટ્રાફીકના હિતમાં ચોક મોટો પહોળો બનાવવો. ફૂટપાથ ખુલ્લી કરાવવી તથા અહિંનુ ગેરકાયદેસરનું રીક્ષા સ્ટેન્ડ ટ્રાફીક પોલીસની નજર સમક્ષ છે તે દૂર કરવુ જોઈએ.

ડાબેથી યુથ પંડિત નહેરૂ માર્ગ પર પટેલ કોલોની શેરી નં.૫માંથી રોડ પર આવતા ડીવાઈડર લાઈન, આડીનો છે તે દૂર કરવી.

શહેર મધ્યે પાણીના વાલ્વ રોડથી ઉંચા અનેક જગ્યા પર છે. તેનું લેવલ કરી રોડ સમાન્તરે પેટી મૂકી દેવી જેથી ટાયર ટ્યુબ ફાટી અકસ્માત થતા અટકી જશે.

(11:48 am IST)