Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સોમનાથમાં વિર વેગડા ભીલની ખાંભી ખાતે પૂજનવિધી કરાઇ

પ્રભાસ પાટણ તા.૮: વૈદિક સંસ્કૃતિના આધ્યાત્મિક વારસો, હિન્દુ સમાજની શ્રધ્ધા-વિશ્વાસનાં હૃદયસમાં સામાજીક સમરસતા અને એકતાનાં નમુનારૂપ અને માનવ જાતને સતત સાંસ્કૃતિક જાગૃત રાખતા એવા બાર જયોર્તિલિંગમાનાં પ્રથમ જયોતિલીંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરનાં રક્ષણ માટે વિધર્મીઓ સાથે સામી છાતીએ સોમનાથની સખાતે શહિદ થનાર વીર વેગડાજી ભીલની ખાંભી આવેલ છે. જયા દર વર્ષે શહિદ વેગડાજી ભીલની જયા ખાંભી આવેલ છે તે બસ સ્ટેશનની સામે મહુવા-ભાવનગર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભીલ સમાજનાં ભાઇઓ-બહેનો આવી અને પૂજન કરે છે. આજે અખાત્રીજનાં દિવસે વેગડાજી ભીલની ખાંભીએ પૂજા કરવામાં આવેલ છે.

આ સોમનાથ મંદિર પરીસરમાં જયાં વેગડાજી ભીલની ખાંભી અને નાનું મંદિર આવેલ છે ત્યાં તા.ર૪-ર-૧૯ના રોજ પૂર્ણ કદની વેગડાજી ભીલની પ્રતિમાં મુકવામાં આવેલ છે અને આ પ્રતિમાં સમક્ષ ભીલ સમાજનાં ભાઇઓ બહેનોએ અખાત્રીજ પૂજન અર્ચન કરેલ હતું.

(11:47 am IST)