Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ધારી કોર્ટ દ્વારા ચેક રીર્ટનના કેસમા એક વર્ષની સજા દંડનો હુકમ

ધારી તા.૧૮: બગસરા નાગરિક શરાફી સહ.મંડળીની ધારા શાખાના બાકીદારોનો ચેક રીર્ટન થવાના કિસ્સામાં ધારીની કોર્ટે આરોપી આરીફશા કમાલશાહ સૈયદને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમથી દોઢી રકમનો દંડ ભરવાનો હુકમ કર્યો છે.

કેસની વિગત મુજબ મંડળીના સભાસદ આરીફશાએ  લોન લીધા બાદ સમયસર નહિ ભરવા અને સભાસદે આપેલો ચેક પાછો ફરતા મંડળીના નિતેષભાઇ ડોડીયાની સુચનાથી મેનેજર દિલીપભાઇ મહેતાએ અરોપી સામે કોર્ટમાં નેગો. ઇન્સ્ટ્રુમેન્ટ એકટની જોગવાઇ મુજબ ફરિયાદ નોંધાવી હતી.

સદરહું કેસ ચાલી જતા ચીફ જયુડી મેજી. નારંગે આરોપીને ચેકની રકમ રૂ. ૪,૭૮૦૦૦ની દોઢી રકમ રૂ.૭,૧૮૦૦૦નો દંડ અને જો દંડન ભરે તો વધુ ૩ માસની સજા ભોગવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં મંડળી વતી એડવોકેટ રવિકુમાર આર. વાળાએ રજુઆત કરી હતી.

(11:47 am IST)