Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ટંકારાના હરબટીયાળામાં સરદાર લેઉવા પાટીદાર સમાજના પ્રથમ સમુહ લગ્ન યોજાયાઃ૬ર નવદંપતીઓના પ્રભુતામાં પગલા

નરેશભાઇ પટેલ, જયેશભાઇ રાદડિયા સહિત મહાનુભાવોની ઉપસ્થિતિઃ રકતતુલા-મહા રકતદાન કેમ્પ અને સન્માન

ટંકારા તા. ૮ :.. ટંકારાના હરબટીયાળી ગામે શ્રી સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા આયોજીત પ્રથમ સમુહ સંપન્ન થયેલ છે.

સમુહ લગ્ન પ્રસંગે ટંકારા, પ્રભુનગર, હરીપર તથા સાવડી ગામે મહારકતદાન કેમ્પ યોજાયેલ. તેમાં ૧૦પ૦ યુનિટ રકત એકત્ર થયેલ.

જાનનું વહેલી સવારે આગમન થતા ધામધુમથી સામૈયું કરાયેલ. હસ્તમેળાપ સવારે ૯ કલાકે યોજાયો. દિપકકુમાર પંડયા, શાહનજી દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્નવિધી સંપન્ન કરાયેલ સમારોહમાં દિપ પ્રગટાવી જયેશભાઇ રાદડીયા દ્વારા ઉદઘાટન કરાયેલ.

ખોડલધામના ચેરમેન શ્રી નરેશભાઇ પટેલનું તથા કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાની રકતતુલા કરાયેલ. આ પ્રસંગે ખોડલધામના નરેશભાઇ પટેલે, આવા જાજરમાન લગ્ન અને આયોજન બદલ, નરેન્દ્રભાઇ સંઘાત, અશોકભાઇ પટેલ તથા આયોજકો ખૂબ ખૂબ અભિનંદન આપેલ. પ્રથમ સમુહ લગ્નમાં ૬ર યુગલો જોડાયા તે માટે આનંદ વ્યકત કરેલ.

નરેન્દ્રભાઇ પટેલે જણાવ્યું કે ખોડલધામ તથા ઉમીયાધામ વિગેરે સંસ્થાઓ દ્વારા સમાજના કાર્યો થાય છે. હવે પાટીદાર સમજની રચના કરી એક થવા પ્રયત્ન કરાય છે. રાજકીય, સામાજીક તથા શૈક્ષણીક રીતે પાટીદાર સમાજ અગ્રેસર રહે તેવી શુભેચ્છા આપેલ. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા દ્વારા દાતાઓનું આયોજકોનું શાલ ઓઢાડી સન્માન કરાયેલ.

કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ દાતાઓ દ્વારા સામાજીક કાર્ય માટે અપાયેલ દાન માટે આભાર માની, બિરદાવેલ. સાથો સાથ આ સમુહ લગ્નમાં સ્વયંસેવકોની સેવાને બિરદાવી જણાવેલ. સ્વયંસેવકોના સાથ વગર આ શકય ન બનત. જયેશભાઇ રાદડીયાએ જણાવ્યું પાટીદાર સમાજ શિક્ષિત બને સંગઠીત બને અને સંઘર્ષ કરે. અનાથ દિકરીઓ માટે ફીકસ ડીપોઝીટની રકમ આપનાર દાતાઓને બિરદાવેલ. સમાજના નબળા વર્ગની જવાબદારી સમાજની છે.

ધ્રોલ - જોડીયા વિસ્તારના શ્રી રાઘવજીભાઇ પટેલે સમુહ લગ્નના સુંદર આયોજનને બિરદાવેલ.

સમુહ લગ્નમાં શિવલાલભાઇ વેકરીયા, ગોવિંદભાઇ ખૂંટ, વલ્લભભાઇ રામાણી, સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેલ. નરેન્દ્રભાઇ સંઘાતે જણાવ્યું કે આ સમુહ લગ્નમાં મુંબઇના ચાર યુવાનો સમુહ લગ્નમાં જોડાયા છે. ટૂંકા સમયમાં ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ શકય બનેલ છે.

(11:42 am IST)